ડીઝલ કારો થઇ શકે છે મોંઘી! Expert એ જણાવ્યું આ છે કારણ
Trending Photos
નવી દિલ્હી: આગામી દિવસોમાં મુસાફર વાહનોમાં ડીઝલ કાર-SUVનું વેચાણ ઘટી શકે છે, પરંતુ મલ્ટી યૂટિલિટી અને સ્પોર્ટ્સ યૂટિલિટી વાહનો (SUV) માટે અત્યારે ડીઝલની માંગ જળવાઇ રહેશે. ઉદ્યોગ જગતના જાણકાર જણાવે છે કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ભાવમાં અંતર BS-6 માપદંડ લાગૂ થયા બાદ નાની કારો અને કંપેક્ટ યૂટિલિટી સેગમેંટમાં વધુ જોવા મળશે.
મારૂતિ બંધ કરશે ડીઝલ વાહનોનું વેચાણ
MG મોટર ઇન્ડીયના અધ્યક્ષ અને એમડી રાજીવ ચાબાએ કહ્યું, 'હાલના ડીઝલ મોડલોમાં બીએસ-6 એન્જીન લગાવવામાં મોંઘુ થઇ શકે છે.'' તેમણે કહ્યું કે એમજી 2020 અને ત્યારબાદ પોતાના ગ્રાહકોને ડીઝલનો વિકલ્પ આપવા માટે પ્રતિબદ્ધ છે. નવા સ્ટાન્ડર્ડ માપદંડ 1 એપ્રિલ 2020થી લાગૂ થશે. ગત મહિનાના પેસેંજર કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ કહ્યું કે આગામી વર્ષે નવા માપદંડ બાદ તે એક એપ્રિલ 2020થી ડીઝલવાળી કાર વેચવાનું બંધ કરી દેશે.
ટાટા મોટર્સ પણ બંધ કરી શકે છે પ્રોડક્શન
તેનાથી કેટલાક દિવસો બાદ ટાટા મોટર્સે કહ્યું કે બીએસ-6 લાગૂ થયા બાદ તેનો ખર્ચ વધી જશે, જેનાથી મધ્યમ શ્રેણીના ડીઝલના મોડલની માંગ ઓછી થઇ જશે. ઓછી ક્ષમતાવાળા નવા એન્જીન બનાવવું યોગ્ય નથી, કારણ કે તેનો ખર્ચ વધુ થશે.
ડીઝલના વાહના ગ્રાહક વધ્યા
આઇસીઆરએના ઉપાધ્યક્ષ તથા સહ-પ્રમુખ (કોર્પોરેટ રેટિંગ્સ) આશીષ મોદાનીએ કહ્યું ''ડીઝલ અને પેટ્રોલથી ચાલતા વાહનોના ભાવમાં અંતર ઓછું થતાં કાર ખરીદીને લઇને ખૂબ જાગૃતતા હોય છે. ગત 2 વર્ષમાં ડીઝલના કાર ધારકોની સંખ્યામાં વધારો થયો છે અને બીએસ-6 લાગૂ થતાં તેમાં વધુ વધારો થશે. દુનિયાભરમાં ડીઝલનો ઉપયોગ વ્યાવસાયિક વાહનો, યાંત્રિક ઉપકરણ અને અન્ય ભારે વાહનોમાં હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે