દેશના સૌથી વ્યસ્ત ગણાતા દિલ્હી-મુંબઈ એરપોર્ટ અંગે આવ્યાં અત્યંત મહત્વના સમાચાર, ખાસ જાણો

દેશના સૌથી વધુ વ્યસ્ત એવા બે એરપોર્ટ પર ડોમેસ્ટિક મુસાફરોને નવેમ્બરથી મોટી મુશ્કેલી પડી શકે છે.

દેશના સૌથી વ્યસ્ત ગણાતા દિલ્હી-મુંબઈ એરપોર્ટ અંગે આવ્યાં અત્યંત મહત્વના સમાચાર, ખાસ જાણો

નવી દિલ્હી: દેશના સૌથી વધુ વ્યસ્ત એવા બે એરપોર્ટ પર ડોમેસ્ટિક મુસાફરોને નવેમ્બરથી મોટી મુશ્કેલી પડી શકે છે. આ બંને એરપોર્ટ છે મુંબઈ અને નવી દિલ્હી એરપોર્ટ. એરપોર્ટ પ્રશાસન તેમના રનવેની મરમ્મત માટે આ બંને એરપોર્ટને નવેમ્બરથી આગામી 4 મહિના માટે બંધ  કરશે. આ કારણસર મુસાફરોને ફ્લાઈટ ડીલે (મોડી)થી લઈને મોંઘી ટિકિટ સુધીનો માર સહન કરવો પડી શકે છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રનવેની મરમ્મતથી લગભગ 2000 જેટલી ફ્લાઈટ્સ કાં તો કેન્સલ થશે અથવા તો રિશિડ્યૂલ કરવામાં આવશે. 

દિલ્હી એરપોર્ટ 13 દિવસ માટે બંધ રહેશે
દિલ્હી એરપોર્ટ પર રનવે નવેમ્બર 2018માં 13 દિવસ માટે બંધ કરવામાં આવશે. જ્યારે મુંબઈ એરપોર્ટ પર 7 ફેબ્રુઆરી 2019થી માર્ચ 2019 ના અંત સુધી કેટલાક કલાકો માટે રનવે બંધ કરાશે. ઈટીના રિપોર્ટ મુજબ દિલ્હીમાં મરમ્મતના કામથી લગભગ 1300 ફ્લાઈટ્સ પ્રભાવિત થશે. જ્યારે મુંબઈમાં લગભગ 700 ફ્લાઈટ્સ પર અસર પડશે. જો કે એરપોર્ટ ઓપરેટરોએ ફ્લાઈટ્સની સ્પષ્ટ સંખ્યા અંગે જણાવ્યું નથી. 

ડોમેસ્ટિક ફ્લાઈટ્સ થશે સૌથી વધુ પ્રભાવિત
એક એરલાઈન એક્ઝિક્યુટિવે જણાવ્યું કે આ બંધી દરમિયાન ડોમેસ્ટિક ફ્લાઈટ્સ સૌથી વધુ પ્રભાવિત થશે. એરલાઈનોએ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી શકે છે. જેનાથી ફ્લાઈટ ટિકિટ્સ મોંઘી થઈ શકે છે. એરપોર્ટ ઓપરેટરોનું કહેવું છે કે રનવે ખુબ જૂનો થઈ ગયો છે. તેનું સમારકામ જરૂરી છે. સમારકામનો નિર્ણય તમામ શેરધારકોની મંજૂરી લીધા બાદ કરાયો છે. 

કયા એરપોર્ટ પર થશે સમારકામ
દિલ્હી એરપોર્ટના 3 રનવે છે. જે સૌથી જૂનો છે તે રનવે 27 બંધ રહેશે. તેનો ઉપયોગ ટર્મિનલ 1ડીથી ફ્લાઈટ ઉડાડવા/ઉતારવા માટે થાય છે. તેના પર સમારકામ 15 નવેમ્બરથી શરૂ થશે. તેનાથી રોજની 100 ફ્લાઈટને અસર થશે. મુંબઈમાં ફેબ્રુઆરીથી માર્ચ 2019 વચ્ચે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી રનવે બંધ રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news