DA Hike: કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને થશે 50%, પગારમાં થશે બમ્પર વધારો

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓને આ મહિને સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર જલ્દી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થઈ શકે છે. 

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને થશે 50%, પગારમાં થશે બમ્પર વધારો

નવી દિલ્હીઃ 7th pay commission DA Hike: કેન્દ્રીય કર્મચારીઓને ફેબ્રુઆરી મહિનાના અંત સુધી ખુશખબરી મળી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને અત્યારે 46 ટકાના દરે મોંઘવારી ભથ્થું (Dearness Allowance - DA)મળી રહ્યું છે. આ વખતે આશા કરવામાં આવી રહી છે કે સરકાર ફરી મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. જો તેમ થાય તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા થઈ જશે. 

50 ટકા થઈ શકે છે ડીએ
મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે AICPI ના ડેટા પર નિર્ભર કરે છે. કર્મચારી બજેટ બાદ ડીએમાં વધારાની આશા કરવા લાગ્યા છે કે સરકાર જલ્દી તેની જાહેરાત કરે. જો સરકાર કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા કરે તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા છે. 

મોંઘવારી ભથ્થું વધવાથી શું થાય છે?
કેન્દ્ર સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત વધારો કરે છે. જો સરકાર જાન્યુઆરીથી 4 ટકા ડીએ વધારે છે તો મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધી 50 ટકા થઈ જશે. જો સરકાર આ નિર્ણય કરે તો કર્મચારીઓના પગારમાં ઓછામાં ઓછો 9000 રૂપિયાનો વધારો થશે. 

50 ટકા સુધી ડીએ પહોંચવા પર શું થશે
મોંઘવારી ભથ્થાનો નિયમ છે કે વર્ષ 2016માં જ્યારે સરકારે સાતમું પગાર પંચ લાગૂ કર્યું હતું તો તે સમયે મોંઘવારી ભથ્થું શૂન્ય કરી દીધુ હતું. નિયમો પ્રમાણે જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા સુધી પહોંચી જશે તો તેને શૂન્ય કરી દેવામાં આવશે અને 50 ટકા પ્રમાણે કર્મચારીઓના ભથ્થા તરીકે જે પૈસા મળશે તે તેના બેસિક પગારમાં જોડી દેવામાં આવશે. જો કોઈ કર્મચારીનો બેસિક પગાર 18000 રૂપિયા છે તો તેને 50 ટકા ડીએના 9000 રૂપિયા મળશે. પરંતુ ડીએ 50 ટકા થવા પર તે બેસિક પગારમાં સામેલ થઈ જશે અને પછી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news