Black pepper Cultivation: કાળા મરીની ખેતી બનાવશે માલામાલ, ઓછા ખર્ચમાં વધુ નફો થશે; જાણો કેવી રીતે

Black pepper farming: દેશમાં  કાળા મરીનો ઉપયોગ લોકો મસાલામાં કરે છે. મરીનો ઉપયોગ શાકભાજીનો સ્વાદ વધારવા અને દવા તરીકે પણ થાય છે અને તે અન્ય મસાલા કરતાં મોંઘી પણ હોય છે. એટલા માટે તેની ઉપજ તમારું ભાગ્ય બદલી શકે છે.
 

Black pepper Cultivation: કાળા મરીની ખેતી બનાવશે માલામાલ, ઓછા ખર્ચમાં વધુ નફો થશે; જાણો કેવી રીતે

Cultivation of Black pepper Business Idea:જો તમે એવા બિઝનેસની શોધમાં છો, જેમાં ઓછા ખર્ચમાં વધુ નફો મળે, તો અમે એવી ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે લાખોની કમાણી કરી શકો. આ દિવસોમાં બજારોમાં કાળા મરીની ઘણી માંગ છે. જે ખેતી થકી ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે. સામાન્ય રીતે લોકો ગરમ મસાલા તરીકે કાળા મરીનો ઉપયોગ કરે છે. તેની માંગ આખી દુનિયામાં છે. ચાલો તમને જણાવીએ કે તમે ખેતી કરીને કેવી રીતે કમાણી કરી શકો છો?

કાળા મરીની ખેતી કેવી રીતે કરવી
લોકો કાળા મરીનો ઉપયોગ મસાલા તરીકે કરે છે અને તેથી તેની માંગ હંમેશા વધારે રહે છે. આબોહવા, માટી, વાવેતર, આ બધી બાબતો ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેથી જ ખેતી કરતી વખતે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

મરીની ખેતી માટે આબોહવા
કાળા મરીનો છોડ ખૂબ ઠંડા હવામાનમાં ઉગતો નથી. ખેતી માટે સારો વરસાદ પણ જરૂરી છે. કાળા મરી 10 થી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને થાય છે. આખા વર્ષ દરમિયાન તેની ખેતી કરી શકાય છે.

મરીની ખેતી માટે માટી
લાલ લેટરાઈટ માટી કાળા મરીની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જમીનનું pH મૂલ્ય 4.5 થી 6 ની વચ્ચે હોવું જોઈએ અને તેની જમીનને વધુ પાણીની જરૂર છે.

મરીના છોડની કેવી રીતે રોપણી કરવી
કાળા મરીના વાવેતર માટે બીજ જરૂરી છે. તેમની વચ્ચે યોગ્ય અંતર જાળવો. એક હેક્ટર જમીન પર લગભગ 1666 છોડ રોપવા યોગ્ય છે.

આ પણ વાંચો: Malaika Bedroom Secrets: Arjun Kapoor બેડમાં મારી ઉપર આવી જાય છે અને પછી સવાર સુધી..
આ પણ વાંચો: ભારતમાં આ મર્ડર મિસ્ટ્રી પર બની જરજસ્ત હિન્દી ફિલ્મો, કરી તાબડતોડ કમાણી
આ પણ વાંચો:
 ભૂખ ન લાગવી પણ છે ગંભીર સમસ્યા, જાણો કઈ રીતે વધારી શકો છો તમારી ભૂખ
​આ પણ વાંચો:  પુરૂષો અને સ્ત્રીઓએ દરરોજ કેટલું પીવું જોઇએ પાણી, શુગર લેવલને કરે છે કંટ્રોલ

કાળા મરીની ખેતીના ફાયદા
લોકો મસાલા માટે કાળા મરીનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ શાકભાજીનો સ્વાદ વધારવા માટે પણ થાય છે. કાળા મરીને ચાઈનીઝ ફૂડમાં પણ નાખવામાં આવે છે અને આ સદાબહાર પાક જબરદસ્ત લાભ કરાવે છે. આવી સ્થિતિમાં તમે વર્ષો સુધી ખેતી કરીને બમ્પર કમાણી કરી શકો છો.

કાળા મરીની ખેતીમાં કમાણી
ખેડૂતોને તેની ખેતીમાં વધુ મહેનત કરવાની પણ જરૂર નથી અને બજારમાં તેની માંગ સતત વધતી રહે છે. બજારમાં કાળા મરીનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો છે. જેની મદદથી તમે દર મહિને 40 થી 50 હજાર કમાઈ શકો છો.

Disclaimer: (અહીં માત્ર બિઝનેસ શરૂ કરવાના વિચાર વિશે જ માહિતી આપવામાં આવી છે. કોઈપણ બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. આ સાથે, નફાના આંકડા તમારા વ્યવસાયના વેચાણ પર નિર્ભર રહેશે .)

આ પણ વાંચો:  Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ
આ પણ વાંચો:
 ભારતનું હૃદય આ છે રાજ્ય: ઉનાળું વેકેશનમાં આ 9 ધોધની મુલાકાત લેશો તો વળશે ટાઢક
​આ પણ વાંચો: સૂર્યાસ્તના સમયે ન કરો આ કામઃ મા લક્ષ્મી થઈ જાય છે નારાજ, ક્યારેય નહી બનો અમીર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news