વિદેશથી ક્રૂડ ઓઇલ મંગાવવાનો સરકારી ખજાના પર પાડશે 'મોટો બોજો', વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ!
દેશમાં Petrol - Diesel (પેટ્રોલ-ડીઝલ)ના ભાવમાં અટકવાનું નામ લઇ રહ્યા નથી. પરંતુ આગામી દિવસોમાં ઓઇલની કિંમતોમાં આગની જ્વાળાઓમાં ઘટાડો થવાની સંભાવના જોવા મળી રહી નથી. તેનું સીધું કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ગત અઠવાડિયામાં ભાવમાં 7 ટકાનો ઉછાળો થયો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં Petrol - Diesel (પેટ્રોલ-ડીઝલ)ના ભાવમાં અટકવાનું નામ લઇ રહ્યા નથી. પરંતુ આગામી દિવસોમાં ઓઇલની કિંમતોમાં આગની જ્વાળાઓમાં ઘટાડો થવાની સંભાવના જોવા મળી રહી નથી. તેનું સીધું કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ગત અઠવાડિયામાં ભાવમાં 7 ટકાનો ઉછાળો થયો છે.
ઇરાન-અમેરિકા તણાવથી ઓઇલ આયાત ખર્ચ વધશે
જોકે ઇરાન-અમેરિકા તણાવના લીધે ક્રૂડ ઓઇલના આયાતમાં ખર્ચ વધવાની આશંકા છે. કેસ સાથે જોડાયેલા જાણકારો જણાવી રહ્યા છે કે ભારતને ક્રૂડ ઓઇલ માટે લગભગ 51,000 કરોડ રૂપિયાથી વધી શકે છે. તમને જણાવી દઇએ કે ક્રૂડ ઓઇલની કિંમત સ્થાયી રીતે એક ડોલર પ્રતિ બેરલ વધવાથી ભારતના ઓઇલ આયાત ખર્ચ વાર્ષિક આધારે 1.6 અરબ ડોલર (11,531 કરોડ રૂપિયા) વધી જાય છે. અમેરિકી હુમલામાં ઇરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મૃત્યું બાદ ક્રૂડ ઓઇલની કિંમત 6.78 ટકા એટલે કે 4.49 ડોલર પ્રતિ બેરલ સુધીનો ઉછાળો આવ્યો છે.
ભારત 80 ટકાથી વધુ ઓઇલ જરૂરિયાતની પૂર્તિ આયાત દ્વારા કરે છે
એક સત્તાવાર રિપોર્ટ અનુસાર પીપીએસીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે ભારત પેટ્રોલિયમ ઓઇલનો દુનિયાનો સૌથી મોટો ત્રીજો ખરીદદાર છે. ભારત પોતાની જરૂરિયાતના 80 ટકાથી વધુ ક્રૂડ ઓઇલ અને લગભગ 40 ટકા પ્રાકૃતિક ગેસની પૂર્તિ આયાતથી કરે છે.
6 દિવસથી સતત વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ
તમને જણાવી દઇએ કે ગત અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાનો દૌર ચાલુ રહ્યો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 6 જાન્યુઆરીના રોજ દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટર, જ્યારે ચેન્નઇમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.69 રૂપિયા, 78.28 રૂપિયા, 81.28 રૂપિયા અને 78.64 પ્રતિ લીટર થઇ ગયો છે. બીજી તરફ ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમત વધીને ક્રમશ: 68.68 રૂપિયા, 71.04 રૂપિયા, 72.02 રૂપિયા અને 72.58 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.
દિલ્હીમાં પ્રતિ લીટર પેટ્રોલની કિંમત 75.69 રૂપિયા
સવારથી જ અમેરિકા-ઇરાન વચ્ચે આક્રમક નિવેદન વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડીયનની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 75.69 રૂપિયા, 78.28 રૂપિયા, 81.28 રૂપિયા અને 78.64 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. તો બીજી તરફ ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમત વધીને ક્રમશ 68.68 રૂપિયા, 71.04 રૂપિયા, 72.02 રૂપિયા અને 72.58 રૂપિયા થઇ ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે