Maruti-Tata જોતી રહી ગઇ! 6 લાખની કારે મચાવી ધૂમ, કંપનીના વેચાણમાં 1486% ગ્રોથ

Car Sales in India: આ મહિને કંપનીઓના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો છે. મારૂતિ સુઝુકીથી માંડીને Hyundai,ટાટા મોટર્સ, સ્કોડા અને એમજી મોટર ઇન્ડીયા જેવી કંપનીના વેચાણમાં વાર્ષિક આધારે ખૂબ વધારો જોવા મળ્યો છે. જોકે એક કાર કંપની એવી રહી જેનો સીધા 1468% નો ગ્રોથ નોંધાયો છે. 

Maruti-Tata જોતી રહી ગઇ! 6 લાખની કારે મચાવી ધૂમ, કંપનીના વેચાણમાં 1486% ગ્રોથ

Highest Growth Car Company: નવેમ્બર 2022 કાર કંપનીઓ માટે શાનદાર સાબિત થયો છે. આ મહિને કંપનીઓના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો છે. મારૂતિ સુઝુકીથી માંડીને Hyundai, ટાટા મોટર્સ, સ્કોડા અને એમજી મોટર ઇન્ડીયા જેવી કંપનીઓનું વેચાણ વાર્ષિક આધારે ખૂબ વધારો જોવા મળ્યો છે. જ્યાં મારૂતિ સુઝુકીએ 20.7%, અને  Hyundai 29.7% અને Kia Motors એ 69.0% ગ્રોથ નોધાયો. તો બીજી તરફ Skoda નું વેચાણના આધારે 101.9% વધી રહી છે. જોકે આ બધી કંપનીઓને પછાડતા કાર કંપની એવી રહી, જેણે સીધો 1468% નો ગ્રોથ નોધાયો છે.  

આ કંપનીએ બધાને ચટાડી ધૂળ 
અમે જે કંપનીની વાત કરી રહ્યા છીએ, તે સિટ્રોન છે. ફ્રાન્સની કાર નિર્માતા Citroen ભારતમાં એન્ટ્રી કરનાર સૌથી નવી કંપનીમાંથી એક છે. કંપની હાલ ભારતીય બજારને સમજવાનું કામ કરી રહી છે. ભારતમાં સિટ્રોન ફક્ત બે ગાડીઓ Citroen C5 Aircross અને  Citroen C3 ની વેચાણ કરી રહી છે. જોકે આ બે કારોના લીધે કંપનીએ શાનદાર ગ્રોથ કરી રહી છે. 

એકલી કારે કર્યો કમાલ
કંપનીએ નવેમ્બર મહિનામાં કુલ 825 કારોનું વેચાણ કર્યું છે. જે નવેમ્બર 2021 માં વેચવામાં આવી 52 કારોના મુકાબલે 1486.5% નો ફેરફાર છે. કંપનીના આ વેચાણમાં સૌથી મોટું યોગદાન Citroen C3 નું રહ્યું છે. નવેમ્બર મહિનામાં C3 હેચબેક ની 804 યૂનિટ્સ વેચ્યા. તો બીજી તરફ ઓક્ટોબરમં 1180 યૂનિટ્સ સપ્ટેમ્બરમાં 1354 અને ઓગસ્ટમાં 825 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું.

તમને જણાવી દઇએ કે આ સસ્તી કાર દ્વારા સિટ્રોને સીધી ટાટા અને મારૂતિને ટક્કર આપી હતી. તેની કિંમત 5.88 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 8.15 લાખ રૂપિયા સુધી જાય છે. તેનો સીધો મુકાબલો Maruti Wagon R, Celerio, Tata Punch અને Tata Tiago જેવી કાર સાથે રહે છે. આ બે પાવરટ્રેન ઓપ્શન- 1.2L NA પેટ્રોલ અને 1.2L ટર્બો-પેટ્રોલ સાથે ઉપલબ્ધ છે. ટ્રાંસમિશન વિકલ્પોમાં 5-સ્પીડ એમટી અને 6-સ્પીડ એમટી સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news