રિલાયન્સના માર્કેટ કેપ કરતા વધુ આ કંપનીના ઈન્વેસ્ટરો એક દિવસમાં કમાયા, 20 લાખ કરોડ રૂપિયાથી વધુનો ફાયદો

ચિપ બનાવનારી કંપની નવિડિયાના શેરમાં 16 ટકાની તેજી જોવા મળી છે. જેના કારણે કંપનીનું માર્કેટ કેપ એક દિવસમાં 277 બિલિયન ડોલર વધી ગયું છે. આ રિલાયન્સના માર્કેટ કેપથી વધુ છે. 

રિલાયન્સના માર્કેટ કેપ કરતા વધુ આ કંપનીના ઈન્વેસ્ટરો એક દિવસમાં કમાયા, 20 લાખ કરોડ રૂપિયાથી વધુનો ફાયદો

નવી દિલ્હીઃ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની આગેવાનીવાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયાનું છે. પરંતુ જો અમે તમને કહીએ કે રાતો-રાત એક કંપનીનું માર્કેટ કેપ તેનાથી અનેક ગણું વધી જાય તો તમે શું કહેશો? પરંતુ આ સત્ય છે. ચિપ બનાવનારી કંપની નવિડિયા (Nvidia)ના શેરમાં 16 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેનાથી કંપનીનું માર્કેટ કેપ એક દિવસમાં 277 બિલિયન ડોલર વધી ગયું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો કંપનીનું માર્કેટ કેપ 243 બિલિયન ડોલરનું છે. 

વોલ સ્ટ્રીટના ઈતિહાસમાં પ્રથમવાર થયું છે જ્યારે ઈન્વેસ્ટરોને આટલો ફાયદો કોઈ કંપનીએ કરાવ્યો હોય. આ પહેલા 2 ફેબ્રુઆરીએ મેટાના માર્કેટ કેપમાં 196 બિલિયન ડોલરની તેજી આવી હતી. ફેસબુકની પેરેન્ટ કંપનીએ પ્રથમવાર ડિવિડેન્ડની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે વર્તમાન સમયમાં Nvidia નું માર્કેટ કેપ માઇક્રોસોફ્ટ (3 ટ્રિલિયન ડોલર), એપલ (2.8 ટ્રિલિયન ડોલર) સાઉદી અરામકોનું માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલરનું છે. 

Nvidia ના શેરમાં આવેલી તેજી પાછળનું કારણ કંપનીના ક્વાર્ટર પરિણામોને માનવામાં આવી રહ્યું છે. 2023ના ચોથા ક્વાર્ટરમાં કંપનીએ તમામ અનુમાનોને તોડતા રેકોર્ડ કમાણી કરી છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર ક્વાર્ટરના પરિણામ બાદ Roseblett Securities એ ટાર્ગેટ પ્રાઇઝ 1100 ડોલરથી વધારી 1400 ડોલર કરી દીધુ છે. નોંધનીય છે કે Nvidia એઆઈ ચિપ માર્કેટનું 80 ટકા કંટ્રોલ કરે છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો કંપનીના શેર 20 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ક્રોસ કરવામાં સફળ રહી છે. તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી અલગ થનારી કંપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસનું માર્કેટ કેપ 2 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. છેલ્લા એક સપ્તાહમાં કંપનીના શેરમાં 56 ટકાની તેજી જોવા મળી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news