ભારત હવે ચીન પાસેથી કરશે કરોડોની કમાણી, આ છે પ્લાન

છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય ઓટો સેક્ટરમાં મંદીની સ્થિતિ પ્રવર્તી રહી છે. જોકે હવે એક સારા સમાચાર મળ્યા છે. 

ભારત હવે ચીન પાસેથી કરશે કરોડોની કમાણી, આ છે પ્લાન

નવી દિલ્હી : છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય ઓટો સેક્ટરમાં મંદીની સ્થિતિ પ્રવર્તી રહી છે. જોકે હવે એક સારા સમાચાર મળ્યા છે. ચીનની એક મોટી કાર ઉત્પાદક કંપની ગ્રેટ વોલ મોટર્સ (Great Wall Motors) ભારતીય ઓટો સેક્ટરમાં લગભગ 7000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે. ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર પ્રમાણે કંપની 2022 સુધી ભારતના પોતાની કાર લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. 

કંપની એસયુવી સેગમેન્ટમાં આ કાર લોન્ચ કરશે. આ લોન્ચિંગના કારણે ભારતના એસયુવી (SUV) માર્કેટમાં જબરદસ્ત સ્પર્ધાનો માહોલ સર્જાશે. GWMની ભારતમાં સીધી સ્પર્ધા Morris Garages એટલે કે MG મોટર સાથે હશે. એમજી મોટર્સે હાલમાં જ ભારતમાં હેક્ટર નામની એસયુવી લોન્ચ કરી છે. આ સિવાય કીયા મોટર (KIA MOTOR) દ્વારા પણ ભારતમાં સેલ્ટોસ (Seltos) નામની એસયુવી લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં સાવ નવી બ્રાન્ડ હોવા છતાં ઓક્ટોબરમાં સેલ્ટોસનું વેચાણ સૌથી વધારે થયું છે. 

ગ્રેટ વોલ મોટર્સે બિઝનેસ વધારે સરળ બનાવવા માટે ભારત સરકારને ટેક્સમાં રાહત આપવાની અપીલ કરી છે. કંપનીએ ટેક્સમાં છૂટ આપવા માટે પ્રધાનમંત્રી કાર્યાલયને લેટર પણ લખ્યું છે. કંપનીએ પ્લાન્ટ માટે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને ગુજરાત સરકારનો સંપર્ક કર્યો છે. કંપનીને આશા છે કે આ મામલે હકારાત્મક પ્રતિભાવ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news