ટ્રમ્પની ટ્રેડવોરને પહોંવી વળવા માટે ચીનનો મોટો દાંવ, માર્કેટમાં ઠલવશે 109 અબજ ડોલર

અમેરિકાની સાથે સતત વણસી રહેલા સંબંધો અને ગાઢ થતી ટ્રેડવોરનાં કારણે વિશ્વની બીજી સૌથી મોટી ઇકોનોમિ હાલ દબાણનો સામનો કરી રહી છે

ટ્રમ્પની ટ્રેડવોરને પહોંવી વળવા માટે ચીનનો મોટો દાંવ, માર્કેટમાં ઠલવશે 109 અબજ ડોલર

નવી દિલ્હી : અમેરિકાની સાથે ચાલી રહેલા ટ્રેડવોરના ઉકેલ માટે ચીને નવી રણનીતિ તૈયાર કરી છે. ચીનના કેન્દ્રીય બેંકે સ્થાનિક બજારમાં રોકાણ અને ખર્ચની સ્પીડ જળવાઇ રહે તે માટે માર્કેટમાં રોકડના ફ્લોને વધારવા માટેનો નિર્ણય લીધો છે. તેના માટે ચીનની સેન્ટ્ર બેંકે રિઝર્વ રિક્વોયરમેંટ રેશ્યોમાં 1 ટકાનો ઘટાડો કર્યો છે. સેન્ટ્રલ બેંકના આ નિર્ણય 15 ઓક્ટોબરથી લાગુ થશે. તેમાં 109.2 અબજ અમેરિકી ડોલર વધારાની રોકડ ચીનની બૈંકિંગ સેક્ટરમાં આવી જશે. 

અમેરિકાની સાથે સતત તંગ થઇ રહેલ ટ્રેડ વોરનાં કારણે વિશ્વની બીજી સૌથી મોટી ઇકોનોમી હાલના દિવસોમાં દબાણમાંથી પસાર થઇ રહી છે. પીપલ્સ બેંક ઓફ ચાઇનાની તરફથી આ વર્ષે ચોથીવાર છે જ્યારે રિઝર્વમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ચીનની તરફથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત્ત થોડા સમયથી ચીનનું અર્થતંત્ર સુસ્ત જોવા મળી રહ્યું છે. 

પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ રવિવારે કહ્યું કે, તે રિઝર્વ રિક્વાયરમેન્ટ રેશ્યોમાં 15 ઓક્ટોબરથી 1 ટકાનો ઘટાડો કરી રહી છે. આ ઘટાડાના કારણે બેંક ચીનની ઇકોનોમીમાં 1.2 ટ્રિલિયન યુઆન નાખશે. સમાચાર એજન્સી શિન્હુઆનાં રિપોર્ટ અનુસાર આ રકમમાંથી 450 અબજ યુઆન મિડિયમ ટર્મ લોનનાં પેબૈક માટે ઉપયોગ કરવામાં આવશે. 

અમેરિકાનાં દબાણમાં ચાલી રહેલ ચીનનાં પ્રાઇવેટ સેક્ટરને મળશે મજબુતી
કેન્દ્રીય બૈંકની તરફથી આ નિર્ણય લેવા જવાનું એક કારણ તે પણ છે કે બેંકો સરકારી દેવાનાં કારણે ગણ દબાણમાં છે. સરકારી દેવું 2.58 ટ્રિલિયન ડોલર થઇ ચુક્યું છે. અમેરિકી ફેડરલ રિઝર્વની તરફથી ઇટરેસ્ટ વધારવાનાં કારણે પણ ચીન દબાણમાં છે. ચીનનાં પ્રોડક્ટ્સ માટેયૂરોપિયન યૂનિયન બાદ અમેરિકા બીજુ સૌથી મોટું બજાર છે. અમેરિકા પ્રતિબંધોનાં કારણે ચીનનું પ્રાઇવેટ સેક્ટર દબાણમાં છે. એવામાં આ નિર્ણયથી માર્કેટમાં મહત્તમ રકમ આવી શકશે અને ખાનગી ક્ષેત્ર પાસે પ્રતિસ્પર્ધામાં જળવાઇ રહેવાની ક્ષમતા પેદા થઇ શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news