Government Scheme: પરીણિત મહિલાઓની મજા જ મજા! મળશે પૂરા 6000 રૂપિયા

Central Government Scheme: કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. જો તમે પણ મહિલા છો અને ગર્ભવતી છો, તો તમને સરકાર તરફથી આર્થિક મદદ મળી રહી છે. જેમાં સરકાર દ્વારા 6000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

Government Scheme: પરીણિત મહિલાઓની મજા જ મજા! મળશે પૂરા 6000 રૂપિયા

PM Matritva Vandana Yojana: કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. જો તમે પણ મહિલા છો અને ગર્ભવતી છો, તો તમને સરકાર તરફથી આર્થિક મદદ મળી રહી છે. જેમાં સરકાર દ્વારા 6000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ સરકારી યોજનાનું નામ માતૃત્વ વંદના યોજના (Matritva Vandana Yojana) છે. આ યોજના હેઠળ સરકાર આર્થિક મદદ કરી રહી છે. આવો અમે તમને જણાવીએ કે તમે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો.

મહિલાઓને આર્થિક સહાય
આ સરકારી યોજનાનું નામ માતૃત્વ વંદના યોજના છે, જે અંતર્ગત ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે. દેશભરમાં જન્મેલા બાળકો કુપોષિત ન રહે અને તેમને કોઈપણ પ્રકારની બીમારી ન થાય એ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

શું છે યોજનાની વિશેષતા-
 ગર્ભવતી મહિલાઓની ઉંમર 19 વર્ષની હોવી જોઈએ.
આ સ્કીમમાં તમારે ઓફલાઈન જ અરજી કરવાની રહેશે.
સરકાર 3 હપ્તામાં રૂ. 6000 ટ્રાન્સફર કરે છે.
આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી.

પૈસા કેવી રીતે મેળવશો?
આ યોજનામાં, તમને પ્રથમ તબક્કામાં 1000 રૂપિયા, બીજા તબક્કામાં 2000 રૂપિયા અને ગર્ભવતી મહિલાઓને ત્રીજા તબક્કામાં 2000 રૂપિયા આપવામાં આવે છે. તે જ સમયે, સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને છેલ્લે 1000 રૂપિયા આપે છે.

સત્તાવાર નંબર પર સંપર્ક કરો
જો તમને આ યોજનામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય, તો તમે સત્તાવાર હેલ્પલાઈન નંબર 7998799804 પર સંપર્ક કરી શકો છો. સરકાર તરફથી મળેલી રકમ સીધી ખાતામાં ટ્રાન્સફર થાય છે.

સત્તાવાર વેબસાઇટ તપાસો
તમે સત્તાવાર વેબસાઇટ https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana પર પણ સંપર્ક કરી શકો છો. અહીં તમને આ યોજના વિશેની તમામ માહિતી મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news