CBIની આ 'ભૂલ'ના લીધે ભાગી ગયો હતો વિજય માલ્યા, હવે સામે આવ્યું સાચું કારણ
4 મહિના બાદ માઅલ્યા 2 માર્ચ 2016ના રોજ દેશ છોડીને જતો રહ્યો. ત્યારથી અત્યાર સુધી સીબીઆઇ માલ્યાને પરત લાવવા માટે યૂકે પાસેથી પ્રત્યાર્પણના પ્રયત્ન કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: વિજય માલ્યાના દેશમાંથી ભાગી જતાં સીબીઆઇની ભૂમિકા શંકાના ઘેરામાં છે. તાજેતરમાં જ સીબીઆઇ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે વિજય માલ્યાને લઇને લુક આઉટ સર્કુલરમાં ફેરવી દેશમાં રોકી રાખવાના બદલે નજર રાખવાનો નિર્ણય તેમની ભૂલ હતી. તો બીજી તરફ ધ ઇન્ડીયા એક્સપ્રેસે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે સીબીઆઇએ મુંબઇ પોલીસને લેખિતમાં તર્ક આપતાં કહ્યું હતું કે લુક આઉટ સર્કુલર ભૂલથી જાહેર કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ માલ્યાને રોકવાની જરૂર નથી.
સીબીઆઇએ કહ્યું ભૂલથી જાહેર થયું પહેલું સર્કુલર
સીબીઆઇ દ્વારા પહેલું લુક આઉટ સર્કુલર ઓક્ટોબર 2015ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. લુક આઉટ સર્કુલર જાહેર કરવા માટે ભરવામાં આવતા ફોર્મમાં લખવામાં આવ્યું હતું કે આ વ્યક્તિને ભારત છોડતાં રોકવામાં આવે. તો બીજું સર્કુલર 24 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ સર્કુલર કવરિંગ લેટર સાથે મુંબઇ પોલીસને મોકલવામાં આવ્યું. તેમાં લખવામાં આવ્યું હતું કે આ વ્યક્તિની આવતા જવાની તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે.
સીબીઆઇ કરી રહી છે પ્રત્યાર્પણનો પ્રયત્ન
4 મહિના બાદ માઅલ્યા 2 માર્ચ 2016ના રોજ દેશ છોડીને જતો રહ્યો. ત્યારથી અત્યાર સુધી સીબીઆઇ માલ્યાને પરત લાવવા માટે યૂકે પાસેથી પ્રત્યાર્પણના પ્રયત્ન કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય ચે કે 28 ફેબ્રુઆરીના રોજ માલ્યાને લોન આપનાર ભારતીય સ્ટેટ બેંકે પણ કાનૂની સલાહ લીધા બાદ કોર્ટમાં માલ્યાને દેશની બહાર જવા પર પ્રતિબંધની માંગ કરી હતી. પરંતુ તેના પર કોઇ કાર્યવાહી કરવામાં ન આવી.
પહેલા કહ્યું હતું કે માલ્યાને રોકવાવા પુરતા પુરાવા નહી
13 સપ્ટેમ્બરના રોજ પીટીઆઇના એક સમાચાર અનુસાર સીબીઆઇએ કહ્યું કે લુક આઉટ સર્કુલરને ડાઉનગ્રેડ કરવા તેમના નિર્ણયમાં ચૂક હતી. તો બે દિવસ પહેલાં સીબીઆઇએ કહ્યું હતું કે માલ્યાને દેશમાં રોકવા માટે પુરતા આધાર ન હોવાના લીધે લેટર ઓફ સર્કુલરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે