CBIએ PNB વિરુદ્ધ દાખલ કર્યો કેસ, ઓફિસરોએ નીરવ મોદી જેવું ફ્રોડ આચર્યુ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ ઓડિશામાં પંજાબ નેશનલ બેન્ક (PNB) વિરુદ્ધ 32 કરોડના ફ્રોડનો કેસ દાખલ કર્યો છે. આ મામલો બિલકુલ નીરવ મોદીની જેમ છે. જેમાં બેન્કના અધિકારીઓ સાથે મળીને Global Trading Solution Ltdએ CC અને Lcની સુવિધા લીધી. ત્યારબાદ પૈસા બીજી કંપનીઓમાં ટ્રાન્સફર કરી લીધા. CBIએ તેમા PNBના ચાર અધિકારીઓ અને કંપનીના માલિક અભિનાષ મોહંતી સહિત 9 લોકોની સામે કેસ કર્યો છે. 
CBIએ PNB વિરુદ્ધ દાખલ કર્યો કેસ, ઓફિસરોએ નીરવ મોદી જેવું ફ્રોડ આચર્યુ

ભુવનેશ્વર: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ ઓડિશામાં પંજાબ નેશનલ બેન્ક (PNB) વિરુદ્ધ 32 કરોડના ફ્રોડનો કેસ દાખલ કર્યો છે. આ મામલો બિલકુલ નીરવ મોદીની જેમ છે. જેમાં બેન્કના અધિકારીઓ સાથે મળીને Global Trading Solution Ltdએ CC અને Lcની સુવિધા લીધી. ત્યારબાદ પૈસા બીજી કંપનીઓમાં ટ્રાન્સફર કરી લીધા. CBIએ તેમા PNBના ચાર અધિકારીઓ અને કંપનીના માલિક અભિનાષ મોહંતી સહિત 9 લોકોની સામે કેસ કર્યો છે. 

જુઓ LIVE TV

CBIએ સુપ્રીમ કોર્ટના આદેશ પર પશ્ચિમ બંગાળમાં ચિટફંડ કંપનીઓ દ્વારા કરાયેલા ફ્રોડ મામલે પણ ત્રણ કેસ દાખલ કર્યા છે. હકીકતમાં શારદા ચિટફંડ કૌભાંડ સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચિટફંડ  કંપનીઓ દ્વારા કરાયેલા ફ્રોડને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી અને બંને રાજ્યોમાં ચિટફંડ કૌભાંડ મામેલ CBIને તપાસ માટે આદેશ અપાયા હતાં. ત્રણ કેસ કોલકાતા બ્રાન્ચે નોંધ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news