દરરોજ 300 રૂપિયાનું રોકાણ કરો અને બનો કરોડપતિ, અપનાવો આ ફોર્મૂલા

દરેક વ્યક્તિ ઓછા રોકાણમાં કરોડપતિ બનવા માંગે છે. જોકે ખૂબ ઓછા લોકો હોય છે જે દરરોજ પૈસા બચાવીને આમ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) માં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) રોકાણ એક એવી રીત છે,

દરરોજ 300 રૂપિયાનું રોકાણ કરો અને બનો કરોડપતિ, અપનાવો આ ફોર્મૂલા

નવી દિલ્હી: દરેક વ્યક્તિ ઓછા રોકાણમાં કરોડપતિ બનવા માંગે છે. જોકે ખૂબ ઓછા લોકો હોય છે જે દરરોજ પૈસા બચાવીને આમ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) માં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) રોકાણ એક એવી રીત છે, જેથી લોકો થોડા-થોડા પૈસા રોકાણ કરીને પોતાના સપનાને પુરી શકે છે. 

દર મહિને કરવું પડશે આટલું રોકાણ 
મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટર (Mutual Fund Calculator)ના અનુસાર મહિનામાં 8 થી 9 હજાર રૂપિયા (દરરોજ 300 રૂપિયા મેક્સિમમ) જમા કરાવવા પર લોકો સરળતાથી 1.51 કરોડ રૂપિયાથી માંડીને 1.7 કરોડ રૂપિયા સુધીનું ફંડ નિવૃતિ વખતે તૈયાર કરી શકે છે. અમારી સહયોગી વેબસાઇટ Zeebiz.com સાથે વાત કરતાં ટ્રાંસેંડ કંસલ્ટેંટ્સના ડાયરેક્ટર વેલ્થ મેનેજમેન્ટ કાર્તિક ઝવેરીએ કહ્યું કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં કોઇને પણ ઓછામાં ઓછું 12 ટકા રિટર્ન મળી શકે છે. જો રોકાણ માટે સમય 15 વર્ષથી વધુ હોય. જોકે જો સમય 20 વર્ષથી વધુ થઇ જાય છે, તો આ રોકાણ માટે સિલેક્ટ કરેલા મ્યુચ્યુઅલ ફંડ યોજનાના આધારે 15 સુધી રિટર્ન આપી શકે છે. 

8 હજાર રૂપિયા માસિક રોકાણ પર આ હશે ફંડ
મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપી પર વાર્ષિક રિટર્નને 12 ટકા પર રાખતાં જો કોઇ વ્યક્તિ 25 વર્ષ માટે દર મહિને 8,000 રૂપિયાનું રોકાણ કરે છે, તો મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટરનું કહેવું છે કે 25 વર્ષ પરિપક્વતા રાશિ 1,51,81,081 રૂપિયા હશે. આ દરમિયાન  વ્યક્તિ 24,00,000 રૂપિયાનું રોકાણ કરશે, જ્યારે રોકાણના સમયગાળા દરમિયાન વ્યાજ 1,27,81,081 રૂપિયા હશે. 

આ રીતે મળી શકે છે 1.7 કરોડ રૂપિયા
મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટર અનુસાર 25 વર્ષ માટે એસઆઇપીમાં 9,000 રૂપિયા દર મહિને રોકાણ કરતાં 12 ટકા રિટર્ન સાથે કરતાં પરિપક્વતા રકમ 1,70,78,716 રૂપિયા (1.7 કરોડ રૂપિયા) હશે. આ શુદ્ધ પરિપકવતા રકમમાં 27,00,000 રૂપિયા (27 લાખ રૂપિયા)નું શુદ્ધ રોકાણ હશે. જ્યારે 14,378,716 રૂપિયા (14 લાખ રૂપિયા) શુદ્ધ વ્યાજ કમાઇ શકશો. 

કાર્તિક ઝવેરીએ કહ્યું કે જો કોઇ વ્યક્તિ 25 વર્ષ બાદ ઓછામાં ઓછા 1.5 કરોડ રૂપિયા ઇચ્છે છે, તો કોઇને પોતાના રોકાણ લક્ષ્યને પ્રાપ્ત કરવા વિશે આશ્વસ્ત રહેવા માટે 500 રૂપિયાથી 1,000 રૂપિયા રોકાણ કરવું જોઇએ. એક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર પાસે જેનું ફંડ લક્ષ્ય 1.5 કરોડ રૂપિયા બને છે, તો તેને 9,000 રૂપિયા દર મહિને રોકાણ કરવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news