વિવાદમાં નામ આવતા હકુભા જાડેજાની સ્પષ્ટતા, ‘માફિયા-ગુંડાતત્વો સાથે મારો કોઈ સંબંધ નથી’

વિવાદમાં નામ આવતા હકુભા જાડેજાની સ્પષ્ટતા, ‘માફિયા-ગુંડાતત્વો સાથે મારો કોઈ સંબંધ નથી’
  • પોતાના પર લાગેલા આરોપોને હકુભા જાડેજાએ પાયાવિહોણા ગણાવ્યા હતા.
  • તેમણે કહ્યું, રાજ્ય સરકારને સમગ્ર મામલે તપાસ કરવી જોઈએ.

મુસ્તાક દલ/જામનગર :જામનગરમાં અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. એક ન્યૂઝ પેપરમાં રાજ્યપ્રધાન હકુભા જાડેજા (hakubha jadeja) ના ગુંડાતત્વો સાથે સંબધો હોવાંના અહેવાલ પ્રસારિત થયા હતા. ત્યારે હકુભાએ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. તેઓએ સ્પષ્ટતા કરી કે, ભૂમાફિયા જયેશ પટેલ અને રિબડાના અનિરુદ્ધસિંહ સાથે કોઈ પણ જાતનો સબંધ નથી. માફિયાઓ અને ગુંડાતત્વો સાથે મારુ નામ જોડી બદનામ કરવાનું કાવતરું છે. 20 વર્ષની કારકિર્દી ખરાબ કરવા માટે રાજકીય હિતશત્રુઓ કામ કરી રહ્યા છે. પરિવારના લોકો વેપાર કરે છે તેના વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો સજા ભોગવવા ત્યાર છું. રાજ્ય સરકારને સમગ્ર મામલે તપાસ કરવી જોઈએ. 

આ પણ વાંચો : પુરુષોત્તમ સોલંકીનું મોટું રાજકીય નિવેદન, કુંવરજી બાવળિયાથી મારા કદને કોઈ ફરક નહિ પડે 

તેઓએ ખુલાસો કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા ખાતાના રાજ્ય મંત્રી તરીકે હોદ્દો સંભાળ્યા બાદ કે તે પછી તે પહેલા મારી રાજકીય કારકીર્દી સ્વચ્છ અને નિષ્કલંક રહી છે. એ આખુ જામનગર અને ગુજરાત જાણે છે. ભાજપને અને મારી વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના રાજકીય ઇર્ષાથી પ્રેરિત મારી સામે પાયા વગરના આક્ષેપો કેટલાક લોકો દ્વારા કેટલાક મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે આક્ષેપો થયા છે તેમાં જરા પણ તથ્ય નથી અને જયેશ પટેલ કે કોઇ પણ અસામાજિક તત્વો સાથે મારે કોઇ પ્રકારનો સંબંધ નથી. આમ છતાં કોઇ પણ પ્રકારના આધાર પુરાવા વગર અસામાજીક તત્વો જેવા અપરાધી સાથે મારુ નામ જોડીને રાજકીય રીતે મને બદનામ કરવાનો આ એક હીન પ્રયાસ છે.

તેમણે જણાવ્યું કે, જયેશ પટેલ કે કોઇ પણ અસામાજીક તત્વો ની ગુનાખોરી સાથે ભાજપની ગુજરાત સરકારના એક મંત્રી તરીકે મને જોડ્યો છે અને આક્ષેપો કર્યા છે તે આધાર પુરાવા સાથે મારી સામે ફરિયાદ કરે તેવી વિનંતી છે. માફિયાઓ અને ગુંડા તત્વ સાથે મારી સાંઠગાંઠ જે પાયા વિહોણી વાત કરવામાં આવી રહી છે, તેનો હું એક લીટીમાં એટલો જ જવાબ આપવા માંગુ છું કે આવા કોઈ પણ અસામાજિક તત્વો સાથે મારો કોઇ સંબંધ હતો નહીં અને છે પણ નહીં.

તેઓએ કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ભાજપના મવડી મંડળને પણ આ પાયા વિહોણા આક્ષેપો સામે તપાસની માંગણી મેં સામેથી કરી છે. જેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. મેં મારી વીસ વર્ષની રાજકીય કારકિર્દી પર દાઘ લાગવા દીધો નથી અને મારા પરિવારના જે કાઈ વ્યાપાર-ધંધા છે તે ધંધો કરવો કોઇ અપરાધ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news