Ratan Tata Birthday: રતન ટાટા કેમ દુનિયાના બધા ઉદ્યોગપતિઓ કરતા અલગ છે? જાણો રોચક કહાની

Happy Birthday Ratan Tata: સફળ ઉદ્યોગપતિ અને સૌથી મોટા દાતાનો જન્મ દિવસ, જાણો રતનટાટા વિશે કેટલીક અજાણી વાતો. રતન ટાટા નવલ ટાટાના પુત્ર છે જેમને નવજાબાઈ ટાટાએ તેમના પતિ રતનજી ટાટાના મૃત્યુ પછી દત્તક લીધા હતા. રતન ટાટાએ તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેમ્પિયન સ્કૂલમાંથી મેળવ્યું હતું અને કેથેડ્રલમાંથી જ માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યાર બાદ તેમણે જોન કેનન કોલેજમાંથી આર્કિટેક્ચરમાં BSCની ડિગ્રી મેળવી. ત્યાર બાદ 1962માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અને 1975માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ કરી ડિગ્રી મેળવી હતી.

Ratan Tata Birthday: રતન ટાટા કેમ દુનિયાના બધા ઉદ્યોગપતિઓ કરતા અલગ છે? જાણો રોચક કહાની

Happy Birthday Ratan Tata:​ રતન ટાટા નામ સાંભળતા જ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિઓની યાદી નજર સમક્ષ આવી જાય. જેમાં ઉદ્યોગ જગતનું ગૌરવ ગણાતા રતન ટાટા હંમેશા જોવા મળે છે. ત્યારે તેમના જન્મ દિવસ પર જાણો કેટલીક એવી વાતો જે સામાન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટા દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંનાએક છે. 28 ડિસેમ્બર 1937ના મુંબઈમાં થયો હતો. આજે રતન ટાટાનો 85મો જન્મ દિવસ છે. રતન ટાટા તેમની સાદગી અને નમ્રતા માટે જાણીતા છે. ભારતના સૌથી મોટા દાતાઓમાં રતન ટાટાનું નામ પણ સામેલ છે. સાદગીમાં જીવ્યા પછી પણ રતન ટાટાને કેટલીક વસ્તુઓ ખૂબ જ પસંદ છે જેની કિંમત કરોડોમાં છે. 

વિશ્વમાં ભારતનો વગાડ્યો ડંકો-
રતન ટાટા નવલ ટાટાના પુત્ર છે જેમને નવજાબાઈ ટાટાએ તેમના પતિ રતનજી ટાટાના મૃત્યુ પછી દત્તક લીધા હતા. રતન ટાટાએ તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેમ્પિયન સ્કૂલમાંથી મેળવ્યું હતું અને કેથેડ્રલમાંથી જ માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યાર બાદ તેમણે જોન કેનન કોલેજમાંથી આર્કિટેક્ચરમાં BSCની ડિગ્રી મેળવી. ત્યાર બાદ 1962માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અને 1975માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ કરી ડિગ્રી મેળવી હતી.

ટાટા ગ્રુપની બદલી કિસ્મત-
રતન ટાટા 1991થી 2012 સુદી ટાટા ગ્રુપના ચેરમેન પદે રહ્યા હતા. 28 ડિસેમ્બર 2012ના રોજ તેમણે ટાટા જૂથનું અધ્યક્ષ પદ છોડી દીધું હતું. પરંતુ તેઓ હજુ પણ ટાટા જૂથના ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ છે. તેમના કાર્યકાળ દરમિયાન ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ટાટા ટી, ટાટા કેમિકલ્સ, ઈન્ડિયન હોટેલ્સ અને ટાટા ટેલિસર્વિસિસ જેવી તમામ મોટી ટાટા જૂથ કંપનીઓના ચેરમેન પણ હતા. જેનું સફળ નેતૃત્વ કરી તેમણે ટાટા જૂથે નવી ઊંચાઈ સુધી પહોંચાડ્યું.

આ પણ ખાસ વાંચોઃ

પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માન-
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાને 2008માં પદ્મ વિભૂષણ અને 2000માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રતન ટાટા તેમની અધ્યક્ષતામાં ટાટા જૂથને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સફળ રહ્યા હતા. આંકડા મુજબ તેમના નેતૃત્વમાં ટાટા જૂથની આવકમાં 40 ગણાથી વધુ અને નફામાં 50 ગણાથી વધુનો વધારો નોંધાયો હતો.

સૌથી મોટા દાતા મનાય છે રતન ટાટા-
રતન ટાટાનો પરિવાર સામાજિક અને ધાર્મિક કાર્યોમાં હંમેશા આગળ રહ્યો છે. રતન ટાટા હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવા તત્પર રહ્યા છે. તેમણે વૈશ્વિક મહામારી કોરોનાના કપરા કાળમાં પણ પીએમ કેર ફંડમાં 500 કરોડની જંગી રકમ દાનમાં આપી હતી. આ સિવા પણ અનેક સામાજિક કાર્યોમાં તેઓ સક્રિય રહ્યા છે.

જીવન સાદુ પણ શોખ મોંઘા-
રતન ટાટાનું મુંબઈના કોલાબામાં લક્ઝરી હાઉસ છે. રતન ટાટાનું આ ઘર 14,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. આ આલીશાન ઘરની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે. જેમાં અનેક રૂમ, જિમ, સ્વિમિંગ પૂલ, સન ડેક, બાર, લાઉન્જ સહિતની તમામ સુવિધાઓ છે.તો રતન ટાટા પાસે 224 કરોડનો ફ્રાન્સના એન્જિનિયરોએ બનાવેલ ડસોલ્ટ ફાલ્કન 2000 પ્રાઈવેટ જેટ છે. એટલું જ નહીં પણ રતન ટાટા પાસે તેમના પ્રસિદ્ધ સંગ્રહમાં ટોપ-સ્પીડ, કન્વર્ટિબલ, લાલ ફેરારી કેલિફોર્નિયા જેવી મોંઘી કાર પણ છે. આ ફેરારી કેલિફોર્નિયાની કિંમત લગભગ 3.45 કરોડ રૂપિયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news