ખેડૂતોને આજે મળી શકે છે મોટી ભેટ, બજેટ પહેલાં મોદી સરકારે તૈયાર કર્યું કૃષિ પેકેજ

સરકાર બજેટ પહેલાં ખેડૂતોને ખુશ કરવાની યોજના બનાવી રહી છે. કારણ કે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર બજેટથી ખેડૂતોને ઘણી આશાઓ છે. કારણ કે આ વચગાળાનું બજેટ છે, સરકાર તેમાં કોઇ ઘણી જાહેરાતો ન કરી શકે. એટલા માટે સરકાર બજેટ પહેલાં જ ખેડૂતો માટે કોઇ મોટી જાહેરાત કરી શકે છે. 

ખેડૂતોને આજે મળી શકે છે મોટી ભેટ, બજેટ પહેલાં મોદી સરકારે તૈયાર કર્યું કૃષિ પેકેજ

નવી દિલ્હી: સરકાર બજેટ પહેલાં ખેડૂતોને ખુશ કરવાની યોજના બનાવી રહી છે. કારણ કે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર બજેટથી ખેડૂતોને ઘણી આશાઓ છે. કારણ કે આ વચગાળાનું બજેટ છે, સરકાર તેમાં કોઇ ઘણી જાહેરાતો ન કરી શકે. એટલા માટે સરકાર બજેટ પહેલાં જ ખેડૂતો માટે કોઇ મોટી જાહેરાત કરી શકે છે. 

આજે સોમવારે વડાપ્રધાન નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં કેંદ્વીય મંત્રીમંડળની બેઠક છે. આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખેડૂતો માટે કૃષિ પેકેજની જાહેરાત કરી શકે છે. 

ખેડૂતોની આવક વધારવા પર ફોકસ
જાણકારી અનુસાર કેંદ્વીય મંત્રિમંડળ ખેડૂતોના સંકટનું સમાધાન અને ખેડૂતોની આવક વધારવામાં મદદ માટે સોમવારે એક કૃષિ પેકેજ લાગૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. કેંદ્વ સરકાર એપ્રિલ-મે મહિનામાં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલાં આ પેકેજ લાગૂ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પેકેજ માટે મોટા બજેટની જોગવાઇ કરવામાં આવી છે. 

આજે થનારી આ બેઠકમાં નાના તથા શ્રીમંત ખેડૂતોની આવકમાં ઘટાડાની સમસ્યાના નિવારણના ઉપાયોને લઇને કૃષિ મંત્રાલયનો એક પ્રસ્તાવ બેઠકના એજન્ડામાં છે. 

કૃષિ મંત્રાલયે ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવા માટે અલ્પ અવધિ તથા દીર્ધકાલિક બંને સમાધાન પ્રદાન કરવા માટે ઘણા વિકલ્પોની લભામણ કરી છે. જોકે આ સંબંધમાં અંતિમ નિર્ણય મંત્રિમંડળની બેઠકમાં થવાનો છે. 

ડિજીટલ ગુજરાત: હવે ઘરેબેઠા ઓનલાઇન ભરી શકાશે સ્ટેમ્પ ડ્યૂટી
 
શું હશે કૃષિ પેકેજમાં
મળતી માહિતી અનુસાર કૃષિ મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત વિકલ્પોમાં સમયસર કૃષિ લોન ચૂકવનાર ખેડૂતોના વ્યાજ માફ કરવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. તેનાથી સરકારના ખજાના પર વધારાનો 15,000 કરોડ રૂઓપિયાનો બોજો પડશે. 

ખાદ્યા પાક માટે વિમા પોલિસી લેનાર ખેડૂતો માટે સંપૂર્ણપણે પ્રીમિયમ માફ કરવાનો પણ પ્રસ્તાવ છે. સરકાર તેલંગાણા અને ઓડિશા સરકારો દ્વારા અપનાવવામાં આવેલી યોજનાઓનું મૂલ્યાંકન કરી રહી છે. જેના હેઠળ નિર્ધારિત રકમ સીધી ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે છે. 

કૃષિ મંત્રીએ આપ્યા આ સંકેત
કૃષિ મંત્રી રાધામોહન સિંહે તાજેતરમાં જ સંકેત આપ્યા હતા કે સરકાર 2019-20 ના બજેટ પહેલાં ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરશે. વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકાર પાસે કોઇપણ નવી યોજના શરૂ કરવા માટે ઓછો સમય છે. એટલા માટે ઉપાય એવો હોવો જોઇએ જેની ચૂંટણી દરમિયાન ઝડપથી રાજકીય લાભ ઉઠાવી શકાય. કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જ ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજ્સ્થાન અને છત્તીસગઢમાં યોજાયેલી ચૂંટણીમાં હાર બાદ ભાજપ ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓને લઇને ગંભીર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news