BSNLએ લોન્ચ કર્યો જબરદસ્ત ફાયદાવાળો પ્લાન, રોજ મળશે 33GB ડેટા

પાંચ સપ્ટેમ્બરના રોજ રિલાયન્સ જિયો (Reliance Jio) એ ગીગા ફાઈબર સર્વિસની શરૂઆત કરી હતી. જિયો ગીગા ફાઈબર રેન્ટલ પ્લાન 699 રૂપિયાથી લઈને 8499 રૂપિયાની રેન્જમાં છે. 699 રૂપિયાવાળા શરૂઆતના પ્લાનમાં 100Mbpsની સ્પીડ મળશે. પોતાના બ્રોડબેન્ડ ગ્રાહકોને સાચવવાનો પ્રયાસ ભારત સંચાર નિગમ લિમિટેડે (BSNL) ભારત ફાઈબર સર્વિસ લોન્ચ કરી હતી. 
BSNLએ લોન્ચ કર્યો જબરદસ્ત ફાયદાવાળો પ્લાન, રોજ મળશે 33GB ડેટા

નવી દિલ્હી :પાંચ સપ્ટેમ્બરના રોજ રિલાયન્સ જિયો (Reliance Jio) એ ગીગા ફાઈબર સર્વિસની શરૂઆત કરી હતી. જિયો ગીગા ફાઈબર રેન્ટલ પ્લાન 699 રૂપિયાથી લઈને 8499 રૂપિયાની રેન્જમાં છે. 699 રૂપિયાવાળા શરૂઆતના પ્લાનમાં 100Mbpsની સ્પીડ મળશે. પોતાના બ્રોડબેન્ડ ગ્રાહકોને સાચવવાનો પ્રયાસ ભારત સંચાર નિગમ લિમિટેડે (BSNL) ભારત ફાઈબર સર્વિસ લોન્ચ કરી હતી. 

અંબાજી : મા અંબાના ચરણોમાં ચઢાવેલી સાડીઓને હોંશેહોંશે ખરીદી રહી છે મહિલાઓ

ભારત ફાઈબર સર્વિસ અંતર્ગત BSNLએ હાલમાં જ 1999 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં યુઝર્સને રોજ 33GB ડેટા મળે છે. આ પ્લાનમાં સ્પીડ 100Mbps છે. આમ તો ભારત ફાઈબર સર્વિસ પ્લાનની શરૂઆત 777 રૂપિયાથી થાય છે, જેમાં 50Mbps ની સ્પીડ મળે છે. કુલ ડેટા 500GB મળે છે. ડેટા લિમીટ પૂરા થવા પર સ્પીડ ઘટીને 2Mbps પર પહોંચી જાય છે. 849 રૂપિયાના પ્લાનમાં 600 જીબી ડેટા મળે છે. જેની સ્પીડ 50Mbps હોય છે.  

1277 રૂપિયાના રિચાર્જથી ઈન્ટરનેટ સ્પીડ 100Mbps ની મળે છે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 750 જીબી ડેટા મળે છે. 2499 રૂપિયાથી રિચાર્જ કરાવવા પર યુઝર્સને રોજ 40 જીબી ડેટા મળે છે. તો બીજી તરફ, જો 4499 અને 5999 રૂપિયાનું રિચાર્જ કરાવે છે તો યુઝર્સને રોજ 100Mbps ની સ્પીડથી 55 જીબી અને 80 જીબી જેટા મળે છે. ડેટા લિમીટ પૂરી થવા પર સ્પીડ ઘટીને 88Mbps થઈ જાય છે. 

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news