બ્રિટિશ એરવેઝ ક્રુ મેમ્બરની દાદાગીરી, ભારતીય પરિવારને પ્લેનમાંથી ઉતાર્યો, કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો
Trending Photos
નવી દિલ્હી : આઝાદ ભારતના એક પરિવારને ફરી એકવાર અંગ્રેજી હકૂમતનો તાપ સહેવાનો વારો આવ્યો છે. બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાંથી આ પરિવારને ઉતારી દેવાયો હતો. કારણ માત્ર એટલું જ હતું કે, એમનો બાળક રડી રહ્યો હતો. અલગ સીટમાં બેસાડેલ બાળકને સીટ બેલ્ટ બાંધતા તે ડરી ગયો હતો અને રડી રહ્યો હતો. ક્રૂ મેમ્બર્સના અમાનવીય વર્તનને લીધે ભારતીય સનદી અધિકારીના પરિવારને પ્લેનમાંથી ઉતારી દેવાયા હતા. આ મામલે ઉડ્યન મંત્રીને ફરિયાદ કરવામાં આવી છે.
એક ભારતીય પરિવારે આરોપ લગાવ્યો છે કે, યૂરોપની એક નામચીન એરલાઇને એમને એટલા માટે વિમાનમાંથી ઉતારી દીધા કારણ કે એમનો ત્રણ વર્ષનો બાળક રડી રહ્યો હતો. પ્લેન જ્યારે ટેક ઓફ થવાનું હતું ત્યારે માતાએ બાળકને ચૂપ કરાવી દીધું હતું પરંતું કેબિન ક્રુના અભદ્ર વર્તનથી બાળક વધુ ડરી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો હતો. એ પછી વિમાન ટર્મિનસ પર પરત લવાયું અને ભારતીય પરિવારના અને અન્ય કેટલાક મુસાફરોને ઉતારી દીધા હતા.
ભારતીય પરિવારે એરલાઇનના આ વર્તન અંગે ઉડ્યન મંત્રી સુરેશ પ્રભુને રજૂઆત પણ કરી છે. આ ઘટના 23 જુલાઇની છે. પરિવાર બ્રિટિશ એરવેઝની લેડન બર્લિન ફ્લાઇટમાં જઇ રહ્યું હતું. બાળકના પિતા 1984 બેચના ઇન્ડિયન એંજિનિયરીંગ સર્વિસના ઓફિસર છે. હાલમાં એમનું પોસ્ટીંગ રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીમાં છે.
સંયુક્ત સચિવ સ્તરના અધિકારીએ એરલાઇનના આ વર્તનને અમાનવિય વર્તન ગણાવ્યું છે. બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ કહ્યું કે, અમે આ મામલે ગંભીરતાથી તપાસ કરીશું અને કોઇ પણ પ્રકારનો પક્ષપાત નહીં કરીએ. અમે આ મામલે તપાસ હાથ ધરી છે અને ભારતીય પરિવારના સંપર્કમાં છીએ.
ઉડ્યન મંત્રી સુરેશ પ્રભુને કરાયેલી ફરિયાદમાં પીડિત પરિવારે કહ્યું છે કે, ફ્લાઇટમાં જ્યારે સીટ બેલ્ટ બાંધવાની જાહેરાત કરી તો મારી પત્નીએ બાળકનો સીટ બેલ્ટ બાંધ્યો હતો કે જે અલગ સીટ પર બેઠો હતો. સીટ બેલ્ટને લીધે તે પરેશાન થયો અને રડવા લાગ્યો. મારી પત્ની ચૂપ કરાવી રહી હતી એણે એને ગોદમાં લીધો તો એક પુરૂષ ક્રુ મેમ્બર અમારી પાસે આવ્યો અને ખિજાઇ ગયો. મારા બાળકને સીટ પર બેસાડવા કહ્યું તો બાળક વધુ ડરી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. અમારી પાસે એક અન્ય ભારતીય પરિવાર બેઠો હતો. એમણે બાળકને બિસ્કીટ આપી ચૂપ કરાવવા પ્રયાસ કર્યો. પછી મારી પત્નીએ એને સીટ પર બેસાડી બેલ્ટ બાંધ્યો તો એ ફરીથી રડવા લાગ્યો.
બાળકને બહાર ફેંકવાની આપી ધમકી
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર અધિકારીના જણાવ્યા અનુસાર દરમિયાન પ્લેન ટેક ઓફની તૈયારીમાં હતું તો એ ક્રુ મેમ્બર ફરી આવ્યો અને બાળક પર ખિજાયો અને બારીમાંથી બહાર ફેંકી દેવાની પણ ધમકી આપી. પત્રમાં એમણે લખ્યું છે કે એણે એમ પણ કહ્યું કે શાંત રહો નહીં તો પ્લેનમાંથી નીચે ઉતારી દઇશ. ત્યાર પ્લેનને ફરીથી ટર્મિનસ પર લઇ જવાયું. સુરક્ષા ગાર્ડને બોલાવાયા અને અમને પ્લેનમાંથી નીચે ઉતારી દેવાયા. મારી સાથે જે અન્ય એક ભારતીય પરિવાર હતો અને પણ નીચે ઉતારી દેવાયો. ક્રુ મેમ્બરે જાતિ વિષયક પણ ટિપ્પણી કરી હતી. જેથી આ મામલે યોગ્ય તપાસ ઇચ્છું છું અને ગુનેગારો પર કાર્યવાહી ઇચ્છુ છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે