બ્રિટનની મહારાણી કરતા પણ વધુ ધનવાન છે આ ભારતીય મહિલા
Trending Photos
- સન્ડે ટાઈમ્સના રિચ લિસ્ટ અનુસાર, બ્રિટનના મહારાણી એલિઝાબેથની કુલ સંપત્તિ 3500 કરોડ રૂપિયા આંકવામાં આવી.
- બ્રિટિશ મીડિયા અનુસાર, ઈન્ફોસીસ ઉપરાંત અક્ષતા અનેક કંપનીઓમાં પણ નિર્દેશક છે
ઝી મીડિયા/બ્યૂરો :બ્રિટનના ફાઈનાન્સ મંત્રી ઋષિ સુનક (rishi sunak) પોતાની સંપત્તિની સમગ્ર માહિતી ન આપવાને કારણે વિવાદોમાં ફસાયા છે. હકીકતમાં ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિ (akshata murthy) ભારતના ફેસમ બિઝનેસમેન અને આઈટી કંપની ઈન્ફોસીસના સંસ્થાપક નારાયણ મૂર્તિના દીકરી છે. જેને કારણે ઈન્ફોસિસના 0.91 ટકા શેર અક્ષતા મૂર્તિ પાસે છે. જેની કિંમત અંદાજે 4300 કરોડ રૂપિયા કહેવામાં આવે છે.
આરોપ છે કે, અક્ષતા મૂર્તિના પતિ અને બ્રિટનના હાલના ફાઈનાન્સ મંત્રી ઋષિ સુનકે સરકારી રજિસ્ટરમાં તેનો ખુલાસો કર્યો નથી. હકીકતમાં, ગત મહિને સુનકને તેમની સંપત્તિનો ખુલાસો કરવાની માંગ કરવામાં આવી હતી. જેમા ઋષિ સુનકે પોતાની પત્નીની સંપત્તિનો ખુલાસો કર્યો નથી.
આ પણ વાંચો : ટોકિંગ પોઈન્ટ બન્યું રાજકોટનું આ કપલ, માસ્ક પહેરવામાં રકઝક કરતી પત્નીને પતિએ લગાવ્યો લાફો
બ્રિટનની મહારાણી કરતા પણ અમીર છે અક્ષતા
તો અક્ષતા મૂર્તિની સંપત્તિના ખુલાસા બાદ તેઓ બ્રિટનના સૌથી અમીર મહિલાઓમાંથી એક ગણવામાં આવે છે. અક્ષતાની સંપત્તિ બ્રિટનના મહારાણી કરતા પણ વધુ છે. સન્ડે ટાઈમ્સના રિચ લિસ્ટ અનુસાર, બ્રિટનના મહારાણી એલિઝાબેથની કુલ સંપત્તિ 3500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
ઋષિ સુનક સૌથી અમીર સાંસદોમાંથી એક
બ્રિટિશ મીડિયા અનુસાર, ઈન્ફોસીસ ઉપરાંત અક્ષતા અનેક કંપનીઓમાં પણ નિર્દેશક છે. ઋષિ સુનકની સંપત્તિ પણ અંદાજે 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જે તેઓને બ્રિટનના સૌથી અમીર સાંસદ બનાવે છે.
આ પણ વાંચો : એસજી હાઈવે પરથી પસાર થતા અમદાવાદીઓને આવતીકાલે મળશે મોટી ભેટ
બ્રિટનમાં દરેક મંત્રીને પોતાના ફાઈનાન્શિયલ હિત જાહેર કરવા અનિવાર્ય છે. જેથી હિતના ટકરાવને રોકી શકાય છે. આ જ કારણ છે કે, અક્ષતાની સંપત્તિના ખુલાસા બાદ ઋષિ સુનક વિરોધીઓના નિશાના પર આવી ગયા છે. જોકે, બ્રિટિશ ફાઈનાન્સ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ઋષિ સુનકે મિનિસ્ટરીયલ કોડનું ઉલ્લંઘન નથી કર્યું.
વર્ષ 2009માં થયા હતા લગ્ન
અક્ષતા મૂર્તિ અને ઋષિ સુનકના લગ્ન વર્ષ 2009માં થયા હતા. બંનેની મુલાકાત સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થયું હતું. ઋષિ સુનકના માતા 60ના દાયકામાં પૂર્વીય આફ્રિકાથી બ્રિટન શિફ્ટ થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે