કાચા તેલનો ભાવ 16 વર્ષના નિચલા સ્તર 26 ડોલર પર પહોંચ્યો


કાચા તેલની કિંમત 16 વર્ષના નિચલા સ્તરે પહોંચી ગઈ છે. ગોલ્ડમેન સેક્સે કહ્યું કે, વિશ્વભરની સરકારોએ લોકોને ભીડભાડથી દૂર રહેવાની અને ખુદને અલગ રાખવાની અપીલ કરી છે, તેના કારણે માર્ચના અંત સુધી તેલની વૈશ્વિક માગ ઘટીને પ્રતિ દિન 80-90 લાખ બેરલ રહી શકે છે.
 

કાચા તેલનો ભાવ 16 વર્ષના નિચલા સ્તર 26 ડોલર પર પહોંચ્યો

ન્યૂયોર્કઃ કોરોના વાયરસના વધતા પ્રકોર અને કાચા તેલની માગમાં ઘટાડા વચ્ચે બુધવારે તેલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી ક્રૂડના વાયદા ભાવે જ્યાં 18 વર્ષના નિચલા સ્તર તો બ્રેન્ટ ક્રૂડના વાયદા ભાવે 16 વર્ષની નિચલી સપાટી વટાવી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 26 ડોલર તો અમેરિકી ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 23 ડોલર પર પહોંચી ગઈ છે. 

વાર્ષિક વપરાસમાં મોટો ઘટાડો
ગોલ્ડમેન સેક્સે કહ્યું કે, વિશ્વભરની સરકારોએ લોકોને ભીડભાડથી દૂર રહેવાની અને ખુદને અલગ રાખવાની અપીલ કરી છે, તેના કારણે માર્ચના અંત સુધી તેલની વૈશ્વિક માગ ઘટીને પ્રતિ દિન 80-90 લાખ બેરલ રહી શકે છે. તેલના વપરાસમાં વાર્ષિક આશરે 11 લાખ બેરલ પ્રતિ દિનનો ઘટાડો રહી શકે છે, જે એક રેકોર્ડ હશે. 

20 ડોલર સુધી આવી શકે છે કાચુ તેલ
એજન્સીએ કહ્યું, 'કોરોના વાયરસના ફેલાવાને કારણે તેલની માગમાં મોટો ઘટાડો આવ્યો છે. બીજા ક્વાર્ટરમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને 20 ડોલર પર આવી શકે છે.'

26 ડોલર પર બ્રેન્ટ ક્રૂડ
બુધવારે બ્રેન્ડ ક્રૂડ 26.65 ડોલરના નિચલા સ્તરે પહોંચ્યા બાદ 2.68 ડોલર (9.3 ટકા)ના ઘટાડા સાથે 26.05 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. વર્ષ 2003 બાદ આ બ્રેન્ટ ક્રૂડનું સૌથી નિચલું સ્તર છે. 

23 ડોલર પર યૂએસ ક્રૂડ
તો અમેરિકી ક્રૂડ સવારે 11 કલાકે 4 ડોલર (15%)ના ઘટાડા સાથે 22.95 ડોલર પ્રતિ બેરલ કારોબાર કરી રહ્યું હતું, જે માર્ચ 2002 બાદ તેનું સૌથી નિચલું સ્તર છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news