ગુજરાતીઓને ઓક્ટોબર મહિનો ફળ્યો, માસમાં બીજીવાર ઘટ્યા સિંગતેલના ભાવ, જાણો શું છે લેટેસ્ટ ભાવ
Groundnut Oil Prices : સિંગતેલના ભાવમાં ડબ્બે 15 રૂપિયાનો થયો ઘટાડો....ઓક્ટોબર મહિનામાં બીજીવાર સિંગતેલના ભાવ ઘટ્યા..... સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના પગલે તેલના ભાવમાં ઘટાડો
Trending Photos
Groundnut Oil prices Hike ગૌરવ દવે/રાજકોટ : તહેવારોની સીઝન ટાંણે જ ગુજરાતમાં તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. સિંગતેલનો ડબ્બો 3170ને પાર પહોંચ્યો હતો. ત્યારે હવે તેલના ભાવમાં થોડી રાહત થઈ છે. એમ કહો કે, ઓક્ટોબર મહિનો ગુજરાતીઓને ફલ્યો છે,. રાજકોટ સીંગતેલના ભાવમાં ફરી ઘટાડો થયો છે. સિંગતેલ ડબ્બે રૂપિયા 15 નો ઘટાડો થયો છે.
સંગ્રહ ખોરોએ જુનો જથ્થો વેચવાનું શરૂ કરતાં ભાવમાં ઘટાડો થયો છે. સીંગતેલના ભાવમાં ઘટાડો થતા રાજકોટ સીંગતેલનો ડબ્બો 3000 ની પાર પહોંચ્યો હતો. પરંતું છેલ્લા દસ દિવસથી સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના પગલે તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આમ, ટૂંક સમયમાં સીંગતેલની સીઝન અને શરૂઆત થશે ત્યારે હજી આવતા દિવસોમાં ભાવ ઘટે તેવી શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં બીજીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 15નો ઘટાડો નોંધાયો છે. સિંગતેલના નવા ડબ્બાનો ભાવ 2880 - 2930 થયો છે. ચોમાસાની વિદાય સાથે નવી મગફળીની આવક માર્કેટમાં શરૂ થઈ છે. યાર્ડમાં હરાજીમાં મગફળીના 1035 થી 1440 બોલાયા છે. આ જ કારણ છે કે, માર્કેટમાં સિંગતેલના ભાવમાં ઘટાડો આવ્યો છે. આ ઘટાડો આવનાર ફેસ્ટિવલ સીઝનમાં ફાયદાનો સાબિત થશે. લોકોને કમરતોડ મોંઘવારીથી થોડી રાહત મળશે.
ગુજરાતમાં મોંઘવારી બેકાબૂ બની
રાજ્યમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. લોકો પગારમાં માંડ પૂરું કરી રહ્યાં છે ત્યાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વધતા જતા ભાવ લોકોને પરેશાન કરી રહ્યાં છે. પેટ્રોલ અને ડીઝલના તો ભાવ કાબુ બહાર જ છે અને હવે ખાદ્યતેલના ભાવ પણ કાબુ બહાર જઈ રહ્યા છે. આ જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં લોકોને સિંગતેલ ખાવું દોહ્યલું બની જશે. ગુજરાતમાં સૌથી વધારે વાવેતર થતો પાક અને જે પાકની આપણે નિકાસ કરી રહ્યાં છે એ મગફળીનું તેલ ગુજરાતીઓના નસીબમાં ના હોય એનાથી બીજી બલિહારી કઈ હોઈ શકે.
તેલિયા રાજા બેફામ, ખુલ્લેઆમ પરવાનો આપી દીધો
ગુજરાતમાં હવે તહેવારનો માહોલ છે. રાજ્યમાં 3.50 કરોડ ગરીબો છે ત્યાં તેલિયા રાજાઓ આ ગુજરાતીઓનું તેલ કાઢી રહ્યાં છે. ગુજરાતમાં મગફળીની મબલક આવક સામે ખેડૂતોને પાકના ભાવ મળી રહયાં નથી પણ તેલિયા રાજાઓ બેફામ તેલના ભાવ વધારી રહ્યાં છે અને સરકાર મૂકપ્રેક્ષક બનીને બેઠી છે. સસ્તી મગફળી વચ્ચે તેલના ભાવ કેમ ઉંચકાય એ ગણિત ઘણાને ગળે ઉતરી રહ્યું નથી. સ્ટોક કરીને તેલિયા રાજાઓ અછત બતાવી ગુજરાતીઓનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. ગુજરાતમાં પાકતી મગફળીના સિંગતેલનો ભાવ સતત વધી રહ્યો છે. ખેડૂતોને ઉંચા ભાવ મળવાના કારણે પડતર વધતાં સિંગતેલના ભાવ વધવાના ગણિતો સમજાય પણ ખેડૂતોને ટેકાના ભાવથી પણ ઓછા ભાવ મળી રહ્યાં છે અને સિંગતેલના ભાવ વધે એ કાળાબજારી છે. સરકાર આ બાબતને સારી રીતે જાણતી હોવા છતાં પણ આ મામલે ચૂપકીદી સાધી લેવાની સાથે તેલિયા રાજાઓને ખુલ્લેઆમ પરવાનો આપી દીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે