LPG Offers: માત્ર 9 રૂપિયામાં મળી શકશે 809 રૂપિયાવાળો LPG સિલિન્ડર, આ રીતે ઉઠાવો તકનો ફાયદો 

LPG Booking Offer: તમારી પાસે 809 રૂપિયાવાળો રાંધણ ગેસ બાટલો ફક્ત 9 રૂપિયામાં મેળવવાની તક છે. જાણો કેવી રીતે. 

LPG Offers: માત્ર 9 રૂપિયામાં મળી શકશે 809 રૂપિયાવાળો LPG સિલિન્ડર, આ રીતે ઉઠાવો તકનો ફાયદો 

નવી દિલ્હી: LPG Booking Offer: ઓઈલ કંપનીઓએ આ મહિને 1 તારીખના રોજ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ 10 રૂપિયા ઘટાડ્યા હતા. જેનાથી કરોડો ગ્રાહકોને થોડી તો રાહત મળી. પરંતુ સબસિડી વગરના 14.2 કિગ્રા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ હજુ પણ 809 રૂપિયા છે. જે રીતે ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે તે જોતા સિલિન્ડર પણ સસ્તુ થવાના કોઈ એંધાણ નથી. પરંતુ તમારી પાસે 809 રૂપિયાવાળો રાંધણ ગેસ બાટલો ફક્ત 9 રૂપિયામાં મેળવવાની તક છે. જાણો કેવી રીતે. 

809 રૂપિયાવાળો સિલિન્ડર ફક્ત 9 રૂપિયામા!
LPG ના બુકિંગ અને પેમેન્ટ પર પેટીએમ(Paytm) એ પોતાના ગ્રાહકો માટે બમ્પર ઓફરની રજુઆત કરી છે. આ ઓફર મુજબ ગ્રાહકોને 809 રૂપિયાવાળો ગેસનો બાટલો ફક્ત 9 રૂપિયામાં મળી શકે છે. Paytm એ કેશબેક ઓફર રજુ કરી છે. આ કેશબેક ઓફર હેઠળ જો કોઈ ગ્રાહક ગેસ સિલિન્ડર બુક કરાવશે તો તેને 800 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. 

Paytm પર આ રીતે મળશે કેશબેક
જો તમે પણ Paytmની આ ઓફરનો ફાયદો ઉઠાવવા માંગતા હોવ તો તમારી પાસે 30 એપ્રિલ 2021 સુધી તક છે. આ ઓફર ફક્ત એવા ગ્રાહકો માટે છે જે પહેલીવાર LPG સિલિન્ડરનું બુકિંગ અને પેમેન્ટ Paytm થી કરશે. જ્યારે તમે એલપીજી સિલિન્ડરનું બુકિંગ અને પેમેન્ટ કરશો તો આ ઓફર હેઠળ તમને એક સ્ક્રેચ કાર્ડ મળશે. જેની કેશબેક વેલ્યુ 800 રૂપિયા હશે. આ ઓફર તમારા પહેલા LPG સિલિન્ડરની બુકિંગ પર અપ્લાય થશે. આ ઓફર મિનિમમ 500 રૂપિયાના પેમેન્ટ પર અપ્લાય થશે. કેશબેક માટે તમારે સ્ક્રેચ કાર્ડ ખોલવાનું રહેશે. જે બિલ પેમેન્ટ બાદ તમને મળશે. કેશબેકની રકમ 10 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીની હોઈ શકે છે. આ સ્ક્રેચ કાર્ડને તમે 7 દિવસની અંદર ખોલવાનું રહેશે. ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકશો નહીં. 

કેવી રીતે કરશો LPG નું બુકિંગ અને પેમેન્ટ
આ ઓફરનો લાભ ઉઠાવવા માંગતા હોવ તો તમે સૌથી પહેલા તમારા મોબાઈલ ફોનમાં  Paytm App ને ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારી ગેસ એજન્સી પાસેથી સિલિન્ડર બુકિંગ કરાવવાનું રહેશે. આ માટે  Paytm App માં Show more પર જઈને ક્લિક કરો. ત્યારબાદ Recharge and Pay Bills પર ક્લિક કરો. ત્યારબાદ તમને book a cylinder નો વિકલ્પ જોવા મળશે. અહીં જઈને તમે તમારા ગેસ પ્રોવાઈડરને સિલેક્ટ કરો. બુકિંગ પહેલા તમારે FIRSTLPG નો પ્રોમો કોડ નાખવાનો રહેશે. બુકિંગના 24 કલાકની અંદર તમને કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળી જશે. આ સ્ક્રેચ કાર્ડને તમારે 7 દિવસની અંદર ઉપયોગ કરવાનું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news