આ ટબુકડા શેરમાં જોવા મળી રહી છે જબરદસ્ત તેજી, ધડાધડ 1100% જેટલો ચડી ગયો, જાણો કારણ

કંપનીનો આઈપીઓ 18 ઓગસ્ટ 2023ના રોજ ખુલ્યો હતો. કંપનીના શેર 30 ઓગસ્ટ 2023ના રોજ 142.50 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ બાદથી જ બોન્ડાડા એન્જિનિયરિંગના શેરોમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે.

આ ટબુકડા શેરમાં જોવા મળી રહી છે જબરદસ્ત તેજી, ધડાધડ 1100% જેટલો ચડી ગયો, જાણો કારણ

75 રૂપિયાનો શેર 6 મહિનામાં જ 900 રૂપિયા પાર પહોંચી ગયો છે. આ ટબુકડો શેર બોન્ડાડા એન્જિનિયરિંગનો છે. કંપનીનો શેર ગુરુવારે BSE માં 915 રૂપિયા પર બંધ થયો છે. બોન્ડાડા એન્જિનિયરિંગને સરકારી કંપની એનએલસી ઈન્ડિયા પાસેથી ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર 81 કરોડ રૂપિયાનો છે. એનએલસી ઈન્ડિયાએ એક SOMW સોલર પાવર પ્રોજેક્ટના બેલેન્સ ઓફ સિસ્ટમ વર્કનો ઓર્ડર બોન્ડાડા એન્જિનિયરિંગને આપ્યો છે. આ કામને 15 મહિનામાં પૂરું કરવાનું છે. 

6 મહિનામાં બન્યો મલ્ટીબેગર 1100 ટકા ચડ્યો શેર
બોન્ડાડા એન્જિનિયરિંગનો આઈપીઓ 75 રૂપિયાના ભાવે આવ્યો હતો. કંપનીનો આઈપીઓ 18 ઓગસ્ટ 2023ના રોજ ખુલ્યો હતો. કંપનીના શેર 30 ઓગસ્ટ 2023ના રોજ 142.50 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ બાદથી જ બોન્ડાડા એન્જિનિયરિંગના શેરોમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. કંપનીના શેર 29 ફેબ્રુઆરી 2024ના રોજ 915 રૂપિયા પર બંધ થયા હતા. 75 રૂપિયાના ઈશ્યુ પ્રાઈઝથી બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 1100 ટકાથી વધુ ચડી ગયા. બોન્ડાડા એન્જિનિયરિંગના શેરોનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 949.95 રૂપિયા છે. કંપનાના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 142.50 રૂપિયા છે. 

કંપનીને સતત મળી રહ્યા છે ઓર્ડર
બોન્ડાડા એન્જિનિયરિંગને હાલમાં જ સનડ્રોપ્સ એનર્જિયાથી 4.93 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર મળ્યો છે. બોન્ડાડા એન્જિનિયરિંગને સનડ્રોપ્સ એનર્જિયાથી આ વર્ષે ફેબ્રુઆરીમાં જ 20.36 કરોડ રૂપિયાનો ઓર્ડર મળેલો છે. આ અગાઉ  કંપનીને સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ તરફથી 34.4 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો. બોન્ડાડા એન્જિનિયરિંગે હાલમાં જ Atpole ટેક્નોલોજીસમાં 60 ટકા ભાગીદારી ખરીદી હતી. બોન્ડાડા એન્જિનિયરિંગનો આઈપીઓ ટોટલ 112. 28 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કોટા 100.05 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. જ્યારે અધર્સ કેટેગરીમાં 115.46 ગણો દાવ લાગ્યો હતો. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news