ફ્લિપકાર્ટમાંથી કેમ આપ્યું રાજીનામું? બિન્ની બંસલે જણાવ્યું કારણ...
બંસલે 11 વર્ષ પહેલા બનાવેલી પોતાની કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. પરંતુ, બસંલે સ્પષ્ટતા કરી કે તે વોલમાર્ટની માલિક માળી આ કંપનીમાં શેરધારક અને નિર્દેશક સભ્ય રહેશે.
Trending Photos
બેગલુરુ: દેશની સોથી મોટી ઇ વાણિજ્ય કંપની વોલમાર્ટના સહ સંસ્થાપક બિન્ની બંસલએ કહ્યું કે તે ‘ગંભીર વ્યક્તિગત કદાચાર’ના આરોપોથી સ્તબ્ધ છે. આ આરોપો પર બનેલી ઘટનાક્રમ અનુસાર બંસલે 11 વર્ષ પહેલા જાતે જ બનાવેલી કંપનીમાંથી રાજીનામુ આપી દીધુ છે. પરંતુ, બંસલે એ સ્પષ્ટતા કરી છે, કે વોલમાર્ટના માલિકોના હક વાળી આ કંપનીમમાં મોટા શેરધારક અને નિર્દેશક મંડળના સભ્ય રહેશે.
આ પહેલા મંગળવારના દિવસે વોલમાર્ટના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, બંસલે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે રાજુનાંમુ આપવાનો નિર્ણય ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ તરફથી સ્વતંત્ર રૂપે ગંભીર વ્યક્તિગત કદાચારના આરોપની તપાસ બાદ આપ્યો છે. નિવેદનમાં એ પણ જણાવામાં આવ્યું કે, વ્યક્તિગત કદાચારનો આરોપ શુ છે? પણ બંસલે આ આરોપોનું જોરદાર ખંડન કર્યું છે.
તેના કર્મચારીઓને લખેલા પત્રમાં બંસલે લખ્યું કે, ‘છેલ્લા કેટલાક સમયથી ફ્લિપકાર્ટના સમૂહમાં મુખ્ય પદાધિકારીના પદ પરથી હટી જવાનો વિચાર કરી રહ્યા હતા. મારી યોજના અત્યારની ભૂમિકામાં થોડા વધુ મહિનાઓ સુધી કામ કરવાની હતી. કારણ કે વોલમાર્ટ સાથેનો કરાર સહેલાઇથી પૂર્ણ કરી શકાય. પરંતુ પદ છોડવાનો નિર્ણય હાલમાં ઘટેલી ઘટનાઓને અનુલક્ષીને લેવામાં આવ્યો છે.
બંસલે વધુમાં લખ્યુ કે આ ઘટનાક્રમ તેમની સામે ગંભીર કદાચારનાને લઇને કરેલા દાવાઓ સાથે જોડાયેલા છે.‘ આ અંગેની ફરિયાદથી એક સ્વતંત્ર વિધાયીય ફોર્મ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પૃષ્ટી થઇ શકી નથી.’ સૂત્રો અનુસાર આ તપાસ જુલાઇમાં શરૂ કરવામાં આવી હતી. બંસલે કહ્યું કે ‘આ આરોપોથી હુ સ્તબ્ધ છું અને હું તેમને મોટો પ્રતિકાર કરૂ છું. પરંતુ તપાસમાં વિશેષ રૂપથી નિર્ણયોમાં પારદ્શિકતાને લઇને અન્ય ખામીઓ સામે આવી છે. આ ખામીઓમાં મારા દ્વારા પરિસ્થતિને અનુલક્ષીને પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે આ સમય તેમના પરિવાર માટે મુશ્કેલી ભર્યો સમય છે. અને એટલા માટે જ તેમણે કંપનીમાંથી રાજીનામુ આપી દીઘું છે. તેમણે સ્પષ્ટતા કરી કે, ‘હું કંપનીમાં એક મોટો શેરધારક બનેલો રહીશ અને નિર્દેશક મંડળનો સભ્ય પદ પર કામ કરતો રહીશ. ’ બંસલે 2007માં તેની આઇઆઇટી દિલ્હીના સહભાગી સચિન બંસલ સાથે ફ્લિપકાર્ટની શરૂઆત કરી હતી. અને એ બંન્ને વચ્ચે કોઇ પણ પ્રકારના પારિવારીક સંબંધો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે