માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર Bill Gates એ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ

સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટએ કહ્યું કે બિલ ગેટ્સએ સ્વાસ્થ્ય, વિકાસ અને શિક્ષા જેવા સામાજિક અને પરોપકારી કાર્યોને વધુ સમય આપવા માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી દૂર થવાનો નિર્ણય કર્યો છે. જોકે તે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સત્ય નડેલા અને અન્ય ટોચના અધિકારીઓના ટેક્નોલોજીના સલાહકાર બની રહેશે. 

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર Bill Gates એ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ

નવી દિલ્હી: ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટના સહ સંસ્થપક બિલ ગેટ્સએ શુક્રવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ તેમના રાજીનામું કારણ પણ જણાવ્યું છે 64 વર્ષીય બિલ ગેટ્સએ એક દાયકા પહેલાં કંપનીના રોજીંદા કાર્યોમાં સામેલ થવાનું બંધ કરી દીધું હતું. સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટએ કહ્યું કે બિલ ગેટ્સએ સ્વાસ્થ્ય, વિકાસ અને શિક્ષા જેવા સામાજિક અને પરોપકારી કાર્યોને વધુ સમય આપવા માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી દૂર થવાનો નિર્ણય કર્યો છે. જોકે તે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સત્ય નડેલા અને અન્ય ટોચના અધિકારીઓના ટેક્નોલોજીના સલાહકાર બની રહેશે. 

કંપનીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ કહ્યું કે ગત વર્ષોમાં બિલ ગેટ્સની સાથે કામ કરવું અને તેમની પાસેથી શીખવું ખૂબ જ સન્માન અને સૌભાગ્યની વાત છે. તેમણે કંપની સ્થાપના સોફ્ટવેર અને પડકારોનો સામનો કરીને જૂનૂન સાથે કરી. 

બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનને વધુ સમય આપવા માટે બિલ ગેટ્સ 10 પહેલાં કંપનીએ દરરોજ સંચાલનથી અલગ થઇ રહ્યા હતા. તે ફેબ્રુઆરી 2014 સુધી માઇક્રોસોફ્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન રહ્યા. બિલ ગેટ્સ દુનિયાના ટોચના અમીર લોકોમાં સામેલ છે. 

1975 માં કરી હતી માઇક્રોસોફ્ટની સ્થાપના
તમને જણાવી દઇએ કે સૌથી અમીર લોકોમાં સતત સામેલ રહેલા બિલ ગેટ્સએ પોલ એલન સાથે મળીને વર્ષ 1975માં માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. બિલ ગેટ્સએ વર્ષ 2000માં પોતાને સીઇઓની ભૂમિકાની અલગ કરી લીધા હતા જેથી પોતાના ચેરિટેબલ ફાઉન્ડેશનને વધુ સમય આપી શકે. તો બીજી તરફ હાલના સીઇઓ સત્ય નડેલા વર્ષ 2014માં માઇક્રોસોફ્ટના ત્રીજા સીઇઓ  બન્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news