દિવાળી પહેલા સોનાના ભાવ પર સૌથી મોટા અપડેટ; આખા દેશમાં એક જ ભાવથી શું ફાયદો થશે?

What is One Rate One Nation: સોનાની આયાત એક જ ભાવમાં થતી હોવા છતાં દેશભરના અલગ અલગ શહેરોમાં સોનાની કિંમત ઉપર નીચે રહે છે. આખરે ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ વન નેશન વન રેટ પર કામ કરી રહી છે.

દિવાળી પહેલા સોનાના ભાવ પર સૌથી મોટા અપડેટ; આખા દેશમાં એક જ ભાવથી શું ફાયદો થશે?

Gold One Rate One Nation: દિવાળીનો તહેવાર નજીક છે અને સોનાનો ભાવ દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. સોનાનો ભાવ 80000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો રેકોર્ડ પર પહોંચી ગયો છે. તેમ છતાં અલગ અલગ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, ચંદીગઢ, લખનઉ, નોયડા જેવા શહેરોમાં સોનાના ભાવમાં મોટો ફર્ક પડે છે. આને લઈને છેલ્લા કેટલાક સમયથી 'વન નેશન, વન ગોલ્ડ રેટ' લાગૂ કરવાની કવાયત ચાલી રહી છે. તેને લાગૂ કરવા પાછળ સોનાના ભાવને સ્ટેંડર્ડાઈજ કરવાનો છે. ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ તરફથી તેના પર સતત કામ ચાલી રહ્યું છે.

'વન નેશન, વન ગોલ્ડ રેટ' ને લાગૂ કરવા ચાલી રહ્યું છે કામ
ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે તાજેતરમાં આપેલા અપડેટમાં જણાવ્યું છે કે તેમની તરફથી 'વન નેશન, વન ગોલ્ડ રેટ' ને લાગૂ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તેના મુખ્ય હેતુ ઘરેલૂ બજારમાં સોનાના ભાવને સ્થિર કરવાનો છે. હાલના સમયે દેશના અલગ અલગ વિસ્તારોમાં સોનાનો ભાવ અલગ અલગ છે. જીજેસી સચિવ મિતેશ ઘોરડાએ કહ્યું, આપણે એક જ ભાવે સોનું આયાત કરીએ છીએ, પરંતુ રિટેલ પ્રાઈસ શહેરોમાં અલગ અલગ થઈ જાય છે. અમે ઈચ્છીએ છીએ કે દેશભરમાં એક જ ભાવ લાગૂ થાય. તેમણે 22 ઓક્ટોબરથી 9 ડિસેમ્બર સુધી ચાલનાર નવા વાર્ષિક ગોલ્ડ ફેસ્ટિવલ 'લકી લક્ષ્મી' ની શરૂઆતના અવસરે આ વાત કહી છે.

50થી વધુ મીટિંગ કરી પ્લાન પર સહમતિ!
કાઉન્સિલ પહેલા જ પોતાના મેમ્બરની સાથે 50થી વધુ મીટિંગ કરી ચૂકી છે. આ પહેલ માટે અત્યાર સુધી 8,000 જ્વેલર્સને એક સાથે લાવવામાં સફળતા મળી છે. આ વિશે સરકારને પણ અભિપ્રાય આપવામાં આવ્યા છે અને ઈન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડર્સને સમજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ઘોરદાએ કહ્યું, અમે અમારા સભ્યોને વોટ્સએપ મારફતે રિકમંડેટ ભાવની જાણકારી આપી રહ્યા છીએ. અમારું લક્ષ્ય વ્યવસ્થિત રીતે ઓછામાં ઓછા 4-5 લાખ સુવર્ણકારો સુધી પહોંચવાનું છે.

શું છે  'વન નેશન, વન ગોલ્ડ રેટ'
વન નેશન, વન ગોલ્ડ રેટ તેના નામથી ખબર પડે છે કે તેના લાગૂ થયા બાદ દેશભરમાં સોનાનો એક જ ભાવ હશે. આનો અર્થ એ છે કે તમે દેશના કોઈપણ ખૂણામાં સોનું ખરીદો છો અથવા વેચો છો, તમને સમાન કિંમત મળવી જોઈએ. હાલ સોનાના દર અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ છે. આ નિયમ લાગુ થયા બાદ સોનાના ભાવમાં પારદર્શિતા આવશે.

'વન નેશન, વન ગોલ્ડ રેટ'નો શું ફાયદો થશે?
'વન નેશન, વન ગોલ્ડ રેટ'ના અમલથી સોનાના ભાવમાં પારદર્શિતા આવશે. તેનાથી ગ્રાહકો કોઈપણ પ્રકારની છેતરપિંડીથી સુરક્ષિત રહેશે અને તેઓ યોગ્ય કિંમત જાણી શકશે. આ સિવાય ભાવમાં સ્થિરતા રહેશે અને ભાવની વધઘટ ઓછી રહેશે. તેનાથી રોકાણકારોમાં વિશ્વાસ વધશે અને તેઓ સોનાને રોકાણના સુરક્ષિત વિકલ્પ તરીકે જોઈ શકશે. આ સિવાય સોનાના ભાવમાં સ્થિરતા અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરશે. તેનાથી વિદેશી રોકાણ પણ આકર્ષિત થશે. સોનાના વેચાણ પર લાદવામાં આવેલા ટેક્સમાંથી સરકારને વધુ આવક મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news