કાર લેવી હોય તો લઈ લો 2020 પહેલાં, નહીંતર પેટ ભરીને પસ્તાશો કારણ કે...
છેલ્લા કેટલાક સમયથી ભારતમાં કારના માર્કેટમાં ભારે ઉછાળો આવ્યો છે
Trending Photos
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી ભારતમાં કારના માર્કેટમાં ભારે ઉછાળો આવ્યો છે. એક આંકડા પ્રમાણે ભારતમાં દરેક મિનિટે સરેરાશ 6 કાર ખરીદવામાં આવે છે. પ્રાઈસ સેન્સેટિવ માર્કેટમાં 12 લાખથી ઓછા બજેટની કાર્સનું વેચાણ સૌથી વધારે છે. આ સંજોગોમાં જો તમારું બજેટ કાર ખરીદવાનું પ્લાનિંગ હોય તો 2020 પહેલા ખરીદી જ લો. જો તમે 2020 પહેલાં આ નિર્ણય નહીં લો તો પછી પેટ ભરીને પસ્તાવું પડશે.
એક રિપોર્ટ પ્રમાણે 2020માં કાર કંપનીઓ BS-VI નિયમોનું પાલન કરશે. આ સ્થિતિમાં કાર અથવા ટુ વ્હીલર પર મોટા ડિસ્કાઉન્ટ મળે તે લગભગ અશક્ય છે. સરકાર અને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીએ BS-VI વાહનો માટે 1 એપ્રિલ 2020ની ડેડલાઈન રાખી છે. કાર કંપનીઓએ BS-VI અપનાવવા માટે મોટું રોકાણ કરવું પડશે. આ સ્થિતિમાં કાર્સ, બાઈક્સ, સ્કૂટરો અને કોમર્શિયલ વાહનોની કિંમતમાં 10-12 ટકાનો વધારો શક્ય છે. પેટ્રોલ કારની કિંમતમાં સામાન્ય વધારો થશે પરંતુ ડીઝલથી ચાલતી કાર્સની કિંમત સૌથી વધારે વધી શકે છે.
મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ BS-VIમાં શિફ્ટ થવાની તૈયારી જણાવી ચુક્યા છે. સરકારી ઓઈલ કંપનીઓ પણ પોતાની ઓઈલ રિફાઈનરીઝને અપગ્રેડ કરીને સમય પર BS-VI ફ્યુલ પૂરું પાડવા માટે મોટું રોકાણ કરી રહી છે. જાપાની કંપની ટોયોટા કહી ચુકી છે કે BS-VI ફ્યુલમાં શિફ્ટ થવાને કારણે કાર્સની કિંમત વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે