એક રિપોર્ટે સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી, આ મામલે ભારતથી આગળ જઈ રહ્યું છે બાંગ્લાદેશ

આ રિપોર્ટ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) નો છે એટલે અવિશ્વાસ થાય તેવું કોઈ કારણ જણાતું નથી. IMFના આ રિપોર્ટે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. કારણ કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રતિ વ્યક્તિ જીડીપી (GDP)  મામલે બાંગ્લાદેશ (Bangladesh) ભારતથી આગળ નીકળી રહ્યું છે. 

એક રિપોર્ટે સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી, આ મામલે ભારતથી આગળ જઈ રહ્યું છે બાંગ્લાદેશ

નવી દિલ્હી: આ રિપોર્ટ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) નો છે એટલે અવિશ્વાસ થાય તેવું કોઈ કારણ જણાતું નથી. IMFના આ રિપોર્ટે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. કારણ કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રતિ વ્યક્તિ જીડીપી (GDP)  મામલે બાંગ્લાદેશ (Bangladesh) ભારતથી આગળ નીકળી રહ્યું છે. 

જીડીપીમાં આવી શકે છે ઘટાડો
ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના આ રિપોર્ટની સૌથી ચોંકાવનારી ખબર મુજબ દક્ષિણ એશિયામાં સ્થિત વૈશ્વિક મહાશક્તિ ભારતને પ્રતિવ્યક્તિ જીડીપી મામલે તેના જ ટચૂકડા પાડોશી દેશ તરફથી પછડાટ મળી શકે છે. આ રિપોર્ટ કહે છે કે પ્રતિ વ્યક્તિ જીડીપી મામલે બાંગ્લાદેશ ભારત કરતા આગળ નીકળી રહ્યું છે. તેનું કારણ એ જણાવાયું છે કે આ વર્ષે ભારતની જીડીપીમાં અંદાજે 10.3 ટકાનો ઘટાડો આવી શકે છે. 

ભારત બનશે ગરીબ દેશ!
દુનિયામાં વિકાસના નીત નવા સોપાન સર કરતા ભારત માટે આ ખબર ખુબ ચોંકાવનારી છે અને વિશ્વાસ ન આવે તેવી. પરંતુ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ દ્વારા પ્રસ્તુત વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક (WEO)ના રિપોર્ટનું કહેવું છે કે ભારતની પ્રતિ વ્યક્તિ જીડીપી બાંગ્લાદેશથી પણ ઓછી થવાની છે અને ભારત દક્ષિણ એશિયામાં ત્રીજો સૌથી ગરીબ દેશ બનવા તરફ અગ્રેસર છે. 

અવિશ્વસનીય છે અનુમાન
આઈએમએફનું આ માત્ર અનુમાન છે જે ખોટું પણ સાબિત થઈ શકે છે. આ અનુમાન કહે છે કે પ્રતિ વ્યક્તિ જીડીપીનો જો તુલનાત્મક અભ્યાસ કરવામાં  આવે તો લાગે છે કે બાંગ્લાદેશ ભારતને પછાડીને આગળ નીકળવા માટે તૈયાર છે. આઈએમએફની ઈકોનોમિક આઉટલુક રિપોર્ટ કહે છે કે વર્ષ 2020માં બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ જીડીપી 4 ટકા ઘટીને 1888 ડોલર થઈ શકે છે. જ્યારે ભારતની પ્રતિ વ્યક્તિ જીડીપી 10.3 ટકા ઘટીને 1877 ડોલર થવાની આશંકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news