પૈસાની જરૂર છે તો વીમા પોલીસી સામે મળી રહી છે લોન! અહીં કરી શકાશે અરજી

કોરોના વાયરસના કારણે કરોડો લોકોને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે. જો તમે પણ એવા લોકો પૈકી છો તો પછી તમારી વીમા પોલીસીની મદદથી તમે લોન લઇ શકો છો. જેના કારણે તમે હાલમાં આવી રહેલી આર્થિક સમસ્યાનો ઉકેલ કરવામાં થોડી મદદ મળી શકે છે. દેશની મુખય વીમા કંપનીઓમાં રહેલી બજાજ એલાયન્સે આ પ્રકારની ઓફર કાઢી છે. 
પૈસાની જરૂર છે તો વીમા પોલીસી સામે મળી રહી છે લોન! અહીં કરી શકાશે અરજી

નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે કરોડો લોકોને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે. જો તમે પણ એવા લોકો પૈકી છો તો પછી તમારી વીમા પોલીસીની મદદથી તમે લોન લઇ શકો છો. જેના કારણે તમે હાલમાં આવી રહેલી આર્થિક સમસ્યાનો ઉકેલ કરવામાં થોડી મદદ મળી શકે છે. દેશની મુખય વીમા કંપનીઓમાં રહેલી બજાજ એલાયન્સે આ પ્રકારની ઓફર કાઢી છે. 

દેશની મુખ્ય વીમા કંપની પૈકીની એક બજાજ એલાયન્જએ આ પ્રકારની ઓફર બહાર પાડી છે. જેના હેઠળ કંપની હાલ પોતાની તમામ જીવન વીમા પોલીસીના બદલે લોન આપી રહી છે. કંપનીએ મોદી સરકાર, આરબીઆઇ અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવી રહેલી આર્થિક મદદ તરીકે આ પ્રકારની સુવિધા ચાલુ કરી છે. 

આ પ્રકારે મળશે પોલીસીના બદલે લોન
પોલીસી બદલે લોન લેવા માટે બજાજ એલાયન્સે માત્ર એક જ નિયમ બનાવ્યો છે. તે પોલીસીની સરેન્ડર વેલ્યુ આવી ગઇ હોય. સરેન્ડર વેલ્યુનાં આધારે કંપની પોતાની 90 ટકા રકમની ચુકવણી કરશે. 
આ રાજ્યના CM નો દાવો, 'દેશના 70% લોકો ઇચ્છે છે કે આગામી વખતે પણ મોદી PM બને'
વ્યાજ દર કેટલો હશે?
આ લોન પર વાર્ષિક 9 ટકા વ્યાજ વસુલશે. બજાજ એલાયન્સ લાઇફનાં ચીફ ઓપરેશન કાયઝાદ હીરામનેકએ કહ્યું કે, લોનની અરજી કરવી ખુબ જ સરળ છે અને કંપની ઝડપથી અરજી કર્યા બાદ રકમને બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. જો કે ગ્રાહકોને લોનને યોગ્ય સમયે નહી ચુકવવામાં આવે તો વીમા પોલીસી બંધ થઇ જશે. કંપની પેંશન ઉત્પાદન પણ લઇને આવી રહી છે. જેમાં તેને આશા છે કે, તેનો હિસ્સો કુલ પ્રીમિયમમાં 18 ટકા સુધી પહોંચી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news