Auto Sector: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યાં છે કાર અંગેના નિયમો, જાણી લો પહેલાં ચાલતુ હતુ એ હવે નહીં ચાલે
Car Tyres New Norms: કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે વાહનોને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. તેની પાછળ વિવિધ કારણો અને પરિબળો જવાબદાર હોય છે. નિષ્ણાતોનો મત મેળવીને સરકારના વિભાગોથી આ અંગે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવતો હોય છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે વાહનોને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. તેની પાછળ વિવિધ કારણો અને પરિબળો જવાબદાર હોય છે. નિષ્ણાતોનો મત મેળવીને સરકારના વિભાગોથી આ અંગે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવતો હોય છે. ત્યારે જો તમે એક કાર ધારક છો તો આ સમાચાર તમારા માટે છે. કારણકે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી મહિનાથી પહેલી ઓક્ટોબરથી જ કાર અંગેના નિયમોમાં કેન્દ્ર સરકાર કરી રહી છે ફેરફાર.
ટૂંક સમયમાં લાગૂ થશે નવા નિયમોઃ
કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે કાર, બસ અને ટ્રકના ટાયર માટે રોડ પર રોટેશનલ ઘર્ષણ, ભીના રસ્તા પર ટાયરની પકડ અને વાહન ચાલતા સમયે ટાયરથી થનાર અવાજ બાબતના નિયમોનો એક ડ્રાફ્ટ જારી કર્યો છે.
ટૂંક સમયમાં જ કાર સંબંધિત અમુક નિયમો લાગુ થશે.
હવે ટાયરને સ્ટાર રેટિંગ મળશેઃ
નવા નિયમો હેઠળ આવનાર દિવસોમાં ટાયરોની પણ સ્ટાર રેટિંગ અને લેબલિંગ થશે. નવા નિયમોથી પેસેન્જર કાર અને કોમર્શિયલ વ્હીકલના ટાયરોને રોડ પર સુરક્ષા મળશે અને સાથે જ ઈંધણની પણ બચત થશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ સૂચનામાં પ્રસ્તાવ મૂક્યો છે કે, ‘ટાયર માટેના નવા નિયમો 2021 ઓક્ટોબરથી લાગુ કરવા જોઈએ, જે સંપૂર્ણ નવા બનતા ટાયરો પર ફરજિયાત રહેશે. દરમિયાન, હાલના ટાયર મોડેલને નવા નિયમોમાં સ્વીકારવા માટે ઓક્ટોબર 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ નવા નિયમોમાં પ્રથમ પગલું કદાચ ટાયરને સ્ટાર રેટિંગ સાથે રાખવાનું હશે.
કારના ટાયરની ક્ષમતા અંગે અપાવી પડશે સચોટ માહિતીઃ
તાજેતરમાં, CEATએ ભારતમાં સેક્યુરાડ્રાઈવ રેન્જ સાથે પોતાની ટાયર લેબલ સિસ્ટમ શરૂ કરી છે, જેમાં આ બધી માહિતી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જો કે, હાલમાં ટાયર ખરીદતા પહેલા ગ્રાહકોને તેની ક્ષમતા વિશે કોઈ માહિતી આપવામાં આવતી નથી. બીઆઇએસ માર્કિંગમાં ટાયર માર્કેટની કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી, જે આ નવા નિયમોમાં જોવા મળશે.
ભારતમાં ટાયરની ગુણવત્તા વિદેશ જેવી રાખવી પડશેઃ
જ્યારે નવા નિયમ અમલમાં આવશે, ત્યારે ભારતમાં વેચાયેલા ટાયર અમેરિકા, યુરોપ, જાપાન અને અન્ય વિકસિત દેશોમાં લાગુ કરેલા નિયમોની સાપેક્ષ પહોંચી જશે ભારતમાં ઘણી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે, જે ટાયરોનું ઉત્પાદન કરે છે. અને તેને વિશ્વના બજારોમાં નિકાસ કરે છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓને સલામતીના નિયમોનું પાલન કરવામાં કોઈ મુશ્કેલી રહેશે નહીં. હાલમાં, દેશમાં વેચાયેલા ટાયરોને ‘ટાયર ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર’ હેઠળ બીઆઈએસ ગુણવત્તા સ્તર પ્રાપ્ત કરવું ફરજિયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે