ASK Automotive IPO: આગામી સપ્તાહે લોન્ચ થશે દિગ્ગજ કંપનીનો આઈપીઓ, સામે આવી લોટ સાઇઝ અને પ્રાઇઝ બેન્ડની જાણકારી

Upcoming IPO: આસ્ક ઓટોમોટિવ લિમિટેડ વાહનાનો ઘણા પ્રકારના સ્પેરપાર્ટ્સ બનાવે છે. દેશ-વિદેશની ઘણી મોટી કંપનીઓ આસ્ક ઓટોમોટિવના ગ્રાહક લિસ્ટમાં સામેલ છે. 
 

ASK Automotive IPO: આગામી સપ્તાહે લોન્ચ થશે દિગ્ગજ કંપનીનો આઈપીઓ, સામે આવી લોટ સાઇઝ અને પ્રાઇઝ બેન્ડની જાણકારી

નવી દિલ્હીઃ શેર બજારમાં એક બાદ એક આઈપીઓ ઓપન થઈ રહ્યાં છે. આગામી સપ્તાહે એએસકે ઓટોમોટિવ લિમિટેડનો આઈપીઓ આવી રહ્યો છે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડથી લઈને સાઇઝ સહિત તમામ વસ્તુનો ખુલાસો થઈ ગયો છે. આ રીતે રોકાણકારોને દિવાળી પહેલા શાનદાર કમાણીની તક મળી શકે છે.

આ તારીખે ઓપન થશે આઈપીઓ
બજાર નિયામક સેબીએ કંપનીને આઈપીઓ લાવવા માટે લીલી ઝંડી આપી દીધી હતી. કંપનીએ 12 જૂને સેબીની પાસે આઈપીઓનો ડ્રાફ્ટ એટલે કે ડીઆરએચપી ફાઈલ કર્યું હતું, બજાર નિયામકે પાછલા મહિને કંપનીને મંજૂરી આપી હતી. ત્યારબાદ કંપનીએ સંકેત આપ્યો હતો કે તે દિવાળી પહેલા આઈપીઓ લઈને આવશે. હવે કંપનીએ જણાવ્યું કે તેનો આઈપીઓ આગામી 7 નવેમ્બરે ઓપન થશે અને 9 નવેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ઓપન રહેશે. 

ઓએફએસમાં સામેલ થશે આટલા શેર
એએસકે ઓટોમોટિવ લિમિટેડમાં માત્ર ઓફર ફોર સેલનો ભાગ રહેવાનો છે. આઈપીઓમાં કંપનીના પ્રમોટર્સ કુલદીપ સિંહ રાઠી અને વિજય રાઠી ઓફર ફોર સેલ દ્વારા 2.95 કરોડ શેર વેચાણ માટે ખોલવાના છે. એએસકે ઓટોમોટિવ લિમિટેડમાં કુલદીપ સિંહ રાઠીની પાસે સૌથી વધુ 41.33 ટકા ભાગીદારી છે. તો વિજય રાઠીની પાસે કંપનીના 32.3 ટકા શેર છે. ઓએફએસમાં કુલદીપ રાઠી 2,06,99,973 શેર અને વિજય રાઠી 88,71,417 શેર વેચવાના છે. 

આ રીતે બજાર પર દબદબો
આઈપીઓ માટે જેએમ ફાઈનાન્શિયલ, એક્સિસ કેપિટલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને આઈઆઈએફલ સિક્યોરિટીઝને બુક રનિંગ લીડ મેનેજર બનાવવામાં આવ્યા છે. એએસકે ઓટોમોટિવનો બ્રેક-શૂ અને એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમના બજાર પર દબદબો છે. ટૂ-વ્હીલર વાહનોના મામલામાં બ્રેક-શૂ અને એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમની બજારના 50 ટકા ભાગ પર કંપનીનો કબજો છે. કંપનીના ગ્રાહકોમાં હીરો મોટોકોર્પો, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા, બજાજ ઓટો, ટીવીએસ મોટર અને સુઝુકી મોટરસાયકલ ઈન્ડિયા સામેલ છે. 

આટલા રૂપિયાનું કરવું પડશે રોકાણ
કંપનીએ આઈપીઓ માટે 268 રૂપિયાથી 282 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. એક લોટમાં 53 શેર છે. તેવામાં આઈપીઓમાં પૈસા લગાવનાર ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 14946 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આઈપીઓ બાદ 15 નવેમ્બરે શેર એલોટ કરવામાં આવશે. 17 નવેમ્બરે ડીમેટ એકાઉન્ટમાં શેર ક્રેડિટ થશે. 20 નવેમ્બરે એએસકે ઓટોના શેરનું લિસ્ટિંગ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news