હવે માર્કેટમાં આવશે Appleની પ્રથમ ઈલેક્ટ્રિક કાર, જાણો વિગતો

એપલ કંપની 2024માં યુનિક ટેકનોલોજી સાથે ઓટોમોબાઈલ સેક્ટરમાં પગ પેસારો કરશે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ એપલ ઈલેક્ટ્રિક કાર માટે પોતાની બેટરી ટેકનોલોજીને વિક્સિત કરશે.

હવે માર્કેટમાં આવશે Appleની પ્રથમ ઈલેક્ટ્રિક કાર, જાણો વિગતો

ઝી બ્યૂરો, અમદાવાદઃ સમગ્ર વિશ્વને અત્યાધુનિક મોબાઈલ ફોન આપનારી કંપની એપલ હવે થોડાક જ વર્ષોમાં ઓટો મોબઈલ સેક્ટરમાં પગ પેસારો કરવા જઈ રહી છે. જી હા. હવે આઈફોન, આઈપેડ, આઈમેક, મેકબૂકની જેમ એપલની કાર પણ માર્કેટમાં આવી રહી છે. એપલ કંપની હંમેશાથી પોતાના કસ્ટમર્સને યુનિક પ્રોડક્ટ આપવામાં માને છે. અને બસ એજ કંપનીની છાપ છે. હાલ આઈફોન 12 લોંચ થયો છે. જેની કિંમત લગભગ 1 લાખ રૂપિયાથી વધુ છે. તેમ છતાં લોકો આંખ બંધ કરીને આઈફોન ખરીદે છે, માત્ર એક વિશ્વાસ પર.

applecarnew.gif

ક્યારે આવશે એપલની કાર?
એપલ ટૂંક જ સમયમાં ઓટો મોબઈલ સેક્ટરમાં પગપેસારો કરશે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ એપલ 2024માં પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક કાર લોંચ કરવા જઈ રહી છે. એપલ પ્રોડકટ્સના યુઝર્સ માટે આ સૌથી મોટા સમાચાર છે.

એપલની પોતાની હશે બેટરી ટેકનોલોજી
એપલની તમામ પ્રોડક્ટ્સમાં એપલ પોતાની જ પ્રોસેસરને વિક્સિત કરે છે. અન્ય ફોનમાં એન્ડ્રોઈડ પ્રોસેસર હોય છે જે કંપનીની પોતાની પ્રોસેસર નથી હોતી. પરંતુ એપલ પોતાની iOS પ્રોસેસરને વિક્સિત કરે છે. બસ એવી જ રીતે ઈલેક્ટ્રિક કારમાં એપલ પોતાની બેટરી ટેકનોલોજીને વિક્સિત કરશે. સૂત્રો તરફથી મેળેલી માહિતી અનુસાર એપલ વર્ષ 2014થી આ પ્રોજેક્ટ પર કામ કરે છે. એપલ જે કાર માર્કેટમાં લોંચ કરશે તે પેસેન્જર કાર હશે. એપલની આ ન્યૂઝથી તેના પ્રતિસ્પર્ધી ચિંતામાં મુકાયા છે. સ્વાભાવિક વાત છે. ટેસ્લાએ પોતાની પ્રથમ કારને લોંચ કરવા માટે 17 વર્ષનો સમય લાગ્યો હતો. જ્યારે એપલ ખુબ જ તેજ ગતીથી આગળી વધી રહી છે. જેના કારણે અન્ય કંપનીઓ પણ વિચારતી થઈ ગઈ છે.

એપલની કાર માટે યુઝર્સ રાહ જોઈ રહ્યાં છે. અમેરિકામાં આઈફોન લોંચ થાય તે પહેલા જ સ્ટોરની બહાર આઈફોન ખરીદવા માટે લાઈનો લાગતી હોય છે. તેવામાં જ્યારે એપલે ઈલેક્ટ્રિક કારની જાહેરાત કરી છે એટલે એપલના ચાહકો માટે સૌથી મોટી ખબર છે. પરંતુ સવાલ એ છે કે શું એપલ અન્ય કંપનીઓની જેમ સફળતાપૂર્વક કાર લોંચ કરી શક્શે કે નહીં. એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સે આઈપોડ લોંચ કરતા પહેલા પરિક્ષણ જીણવટ ભર્યુ કર્યું હતુ. જ્યારે એપલે પ્રથમ વખત એર પોડ્સ લોંચ કર્યાં ત્યારે પણ લાંબા સમયથી તેની પર કામ ચાલ્યું હતુ, પરંતુ ખુબ જ ટૂંકા સમયમાં ઓટો મોબઈલ સેક્ટરમાં આવવું એ પણ યુનિક ટેકલોજી સાથે તે વાતને સૌને વિચારમાં મુકી દિધા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news