ભારતમાં Apple વધાર્યો પોતાનો બિઝનેસ! જાણો Tim Cook નો શું છે આગામી પ્લાન?
Apple Earning in India: ભારતમાં એપલે જબરદસ્ત કમાણી કરી છે. હવે કંપની ભારતમાં પોતાનો બિઝનેસ વધારવાનો પ્લાન કરી રહી છે. એપલના સીઈઓ ટિમ કુકે જણાવ્યું કે કંપની ભારતમાં ચાર નવા સ્ટોર ખોલશે. આવો તમને તેના વિશે વિસ્તારથી જણાવીએ.
Trending Photos
Apple એ હાલમાં પોતાની કમાણીનો રિપોર્ટ જાહેર કર્યો છે. કંપનીએ 6.1 ટકાના વધારાની સાથે આશાથી વધારે 94.9 અરબ ડોલરની કમાણી કરી છે. જોકે, ચીનમાં બજાર થોડું નરમ રહ્યું, પરંતુ ભારતમાં એપલનું વેચાણ ઘણું વધી રહ્યું છે. એપલના સીઈઓ ટિમ કુકે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતમાં એપલના વેચાણે નવો રેકોર્ડ બનાવ્યો છે. તેની સાથે તેમણે જણાવ્યું કે કંપની ભારતમાં ચાર નવા સ્ટોર ખોલશે.
iPad નું વેચાણ પણ વધ્યું!
કુકે જણાવ્યું કે, અમને ભારતમાં ઉત્સાહ જોઈને ખુબ ખુશી થઈ રહી છે, જ્યાં અમે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સારી આવકનો રેકોર્ડ બનાવ્યો છે. એપલની ફ્લેગશિપ iPhone 16 સીરિઝ 9 સપ્ટેમ્બરે આખી દુનિયામાં લોન્ચ થઈ હતી. લોકો આ સીરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ભારતમાં તહેવારોની સીઝન દરમિયાન સ્માર્ટફોન અને બીજા ગેજેટ્સનું વેચાણ વધી જાય છે, જેનો ફાયદો એપલને મળ્યો. iPad નું વેચાણમાં પણ વધારો થયો છે.
ભારતમાં એપલના 4 નવા સ્ટોર
તાજેતરમાં ભારતમાં એપલના બે રીટેલ સ્ટોર્સ છે, જેમાં એક મુંબઈ અને બીજો દિલ્હીમાં છે. જોકે, કંપનીએ દેશભરમાં ચાર નવા સ્ટોર ખોલવાની વાત જણાવી છે. આ સ્ટોર્સ પુણે, દિલ્હી-એનસીઆર, બેંગ્લુરું અને મુંબઈમાં ખોલવામાં આવશે. આ નવા સ્ટોર ભારતમાં એપલના એક્સપેશનને દેખાડે છે કારણ કે કંપની ચીની બજાર પર પોતાની નિર્ભરતાને સંતુલિત કરવા માંગે છે.
ગત વર્ષે એપલે ભારતમાં iPhone 15 સીરિઝનું મેન્યૂફેક્ચરિંગ શરૂ કર્યું હતું અને આ વર્ષ તેમણે જાહેરાત કરી હતી કે iPhone 16 Pro અને iPhone 16 Pro Max ને પણ અહીં બનાવવામાં આવી રહ્યો છે. સાથે આ ફોનને દુનિયાભરના પસંદગીના દેશોમાં નિકાસ કરવાની યોજના છે.
તાજેતરના એખ બ્લૂમબર્ગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપલ ભારતમાં બનેલા લગભગ 6 અરબ ડોલરના આઈફોન નિકાસ કર્યા, જે ગત વર્ષની તુલનામાં 33 ટકા વધારે છે. 2024માં ભારતથી આઈફોનનો નિકાસ 10 અરબ ડોલરથી વધારે હોવાનું અનુમાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે