ઈતિહાસ રચ્યા બાદ Apple કેમ પછડાઈ? 2023ની શરૂઆતમાં શું ઝટકો લાગ્યો?

Apple Inc: 2022ની શરૂઆતમાં એપલની માર્કેટ કેપ 3 ટ્રિલિયન ડોલરને વટાવી ગઈ હતી. જો કે હવે આ જ માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલરની અંદર આવી ગઈ છે. એપલ સપ્લાય ચેઈનને લગતાં પડકારોનો સામનો કરી રહી છે.

ઈતિહાસ રચ્યા બાદ Apple કેમ પછડાઈ? 2023ની શરૂઆતમાં શું ઝટકો લાગ્યો?

Apple stock market value: આઈફોન બનાવતી એપલ કંપની માટે નવું વર્ષ કંઈક સારા સંકેત લઈને નથી આવ્યું. વર્ષની શરૂઆતમાં જ એપલની માર્કેટ કેપ ઘટીને 2 ટ્રિલિયન ડોલરની અંદર આવી ગઈ છે. ડિસેમ્બર 2021 બાદ આમ પહેલી વાર બન્યું છે. એપલ સામે હાલ કોરોના સામેના કેટલાક પડકાર છે.. 

2022માં એપલે વિક્રમ રચ્યો
2022ની શરૂઆત એપલ માટે ઐતિહાસિક રહી હતી. 3 જાન્યુઆરી 2022ના રોજ એપલ 3 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથેની દુનિયાની પહેલી કંપની બની હતી. જો કે 2022ની શરૂઆત વિક્રમી રહી હોવા છતા પછીનો સમયગાળો એપલ માટે સારો નથી રહ્યો. વર્ષ દરમિયાન એપલની માર્કેટ કેપમાં એક ટ્રિલિયન ડોલર એટલે કે 82,83,650 કરોડ ડોલરનું ધોવાણ થયું છે. 

એપલ સામે કયા પડકારો છે?
હવે સવાલ એ ઉભો થાય છે કે આખરે એપલને આ ઝટકો કેમ લાગ્યો છે. તો તેનો જવાબ એ છે કે અન્ય ટેક્નોલોજી કંપનીઓની જેમ એપલ પણ સપ્લાય ચેઈનને લગતાં પડકારોનો સામનો કરી રહી છે. ચીનમાં કોરોનાની નવી લહેરને કારણે એપલના ઉત્પાદનને ફટકો પડ્યો છે. બુધવારે એપલનો શેર 5 ટકા સુધી તૂટ્યો હતો.

કોવિડના કેસમાં ઉછાળો આવતાં ચીનમાં એપલને કામદારોની અછતનો સામનો કરવો પડ્યો છે. એપલની પ્રોડક્ટોની માગ પણ ઘટતાં કંપનીએ કેટલાક ઉત્પાદકોને એરપોડ્સ, એપલ વોચ અને મેકબુક જેવી પોતાની પ્રોડક્ટોનું ઉત્પાદન ઘટાડવા પણ કહ્યું છે. એવામાં એપલ સામે પોતાનું ઉત્પાદન ટકાવી રાખવાનો પડકાર છે. 

આ જ કારણ છે કે છેલ્લા એક વર્ષમાં એપલનો શેર 31 ટકા જેટલો તૂટ્યો છે. એવું નથી કે શેરના મૂલ્યમાં પછડાટનો સામનો કરવામાં એપલ એક માત્ર ટેક્નોલોજી કંપની છે. છેલ્લા એક વર્ષમાં એમેઝોનનો શેર 50 ટકા અને મેટાનો શેર 63 ટકા તૂટ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news