એલન મસ્કની વધુ એક જાહેરાત, હવે ટ્વીટર પર ન્યૂઝ વાંચવા માટે યૂઝર્સે આપવા પડશે પૈસા...
Twitter Update: આગામી મહિનાથી ટ્વિટર યુઝરને પ્રતિ લેખના આધારે પૈસા ખર્ચ કરવા પડશે. યુઝર્સ માટે મંથલી સબસ્ક્રીપ્શન વિકલ્પ પણ આપવામાં આવશે. જેમાં યુઝરે ન્યુઝ વાંચવા માટે પેમેન્ટ કરવું પડશે.
Trending Photos
Twitter Update: ટ્વીટરના માલિક એલન મસ્કે મીડિયા પ્રકાશકો માટે મોટી ઘોષણા કરી છે. એલન મસ્કે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આગામી મહિનાથી ટ્વિટર પર ન્યુઝ વાંચવા માટે યુઝર છે પેમેન્ટ કરવું પડશે. એટલે કે યુઝર એન્ડ યુઝ વાંચવા હશે તો પૈસા આપવા પડશે.
આ પણ વાંચો:
મસ્કે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આગામી મહિનાથી ટ્વિટર યુઝરને પ્રતિ લેખના આધારે પૈસા ખર્ચ કરવા પડશે. યુઝર્સ માટે મંથલી સબસ્ક્રીપ્શન વિકલ્પ પણ આપવામાં આવશે. જેમાં યુઝરે ન્યુઝ વાંચવા માટે પેમેન્ટ કરવું પડશે. આ અંગેની જાણકારી એલન મસ્કે ટ્વીટ કરીને આપી હતી. મસ્કે પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે આ નિર્ણય ઘણા લોકો માટે આવકનો મહત્વપૂર્ણ સોર્સ બનશે. સાથે જ લોકો યુઝર્સને સારું કન્ટેન્ટ આપવા માટે પણ લોકો મજબૂર થશે.
Rolling out next month, this platform will allow media publishers to charge users on a per article basis with one click.
This enables users who would not sign up for a monthly subscription to pay a higher per article price for when they want to read an occasional article.…
— Elon Musk (@elonmusk) April 29, 2023
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ ટ્વીટરે બધા જ યુઝર્સ ની પ્રોફાઇલમાંથી બ્લુટીક વેરીફાઈ હટાવી દીધું હતું. જેને લઈને જોરદાર ચર્ચાઓ થઈ હતી. હવે ટ્વીટર પર બ્લુટીક મેળવવા માટે હવે ખર્ચ કરવો પડે છે.. તેવામાં વધુ એક નવી જાહેરાત એલન મસ્કે કરી છે. જે અંતર્ગત ટ્વીટર પર ન્યુઝ વાંચવા માટે હવે યુઝર્સે સબસ્ક્રીપ્શન લેવું પડશે અને પૈસા આપવા પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે