મળો આનંદ મહિન્દ્રાના પત્નીને, જે ચલાવે છે પોતાનો બિઝનેસ, રોચક છે પહેલી મુલાકાતની કહાની

Anuradha Mahindra: આનંદ મહિન્દ્રાએ એકદમ રોમેન્ટિક અંદાજમાં અનુરાધાને તેના દાદીની વીંટી ભેટ આપીને પ્રપોઝ કર્યું હતું.  આ વીંટીને અનુરાધા ખૂબ જ સંભાળીને રાખે છે. 

મળો આનંદ મહિન્દ્રાના પત્નીને, જે ચલાવે છે પોતાનો બિઝનેસ, રોચક છે પહેલી મુલાકાતની કહાની

Anuradha Mahindra: દેશના સૌથી જાણીતા અને ટોચના ઉદ્યોગપતિઓમાંથી એક એટલે આનંદ મહિન્દ્રા. બિઝનેસ વર્લ્ડની સાથે સોશિયલ મીડિયાના વર્લ્ડમાં પણ આનંદ મહિન્દ્રા ખૂબ જ જાણીતા છે. અને તેઓ ભારતના અબજોપતિ ગ્રુપ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન છે. આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર તેમના ક્વોટ્સ, વાયરલ ટ્વીટ્સ અને નોલેજ શેરિંગ માટે જાણીતા છે. આનંદ મહિન્દ્રાનું જીવન તો ખુલ્લી કિતાબ જેવું છે પરંતુ તેમના પત્ની વિશે ઓછા લોકો જાણે છે.

આ પણ વાંચો:

આનંદ મહિન્દ્રના પત્નીનું નામ છે અનુરાધા મહિન્દ્રા. જેઓ લક્ઝરી લાઈફસ્ટાઈલ મેગેઝિન Verveના ફાઉન્ડર છે. અનુરાધા મુંબઈમાં જ જન્મ્યા અને ઉછર્યા. તે મેન્સ વર્લ્ડ મેગેઝિનના સહ-સંસ્થાપક પણ છે. અનુરાધાએ પોતાનું ગ્રેજ્યુએશન મુંબઈની સોફિયા કોલેજથી કર્યું છે અને એ સમયે જ તેમની મુલાકાત આનંદ સાથે થઈ. આનંદ ઈંદોરમાં તેમના ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે એક સ્ટૂડન્ટ ફિલ્મ બનાવી રહ્યા હતા. જ્યારે તેમની મુલાકાત 17 વર્ષના અનુરાધા સાથે થઈ. જે સાયકોલોજીના સ્ટૂડન્ટ હતા.

આનંદ મહિન્દ્રાએ એકદમ રોમેન્ટિક અંદાજમાં અનુરાધાને તેના દાદીની વીંટી ભેટ આપીને પ્રપોઝ કર્યું હતું.  આ વીંટીને અનુરાધા ખૂબ જ સંભાળીને રાખે છે. આ જ્વેલરી તેમની ફેવરિટ છે. અનુરાધા સાથે લગ્ન કરવા માટે આનંદે એક સેમેસ્ટરની રજા લીધી અને બાદમાં તેઓ અમેરિકા ગયા. જ્યાં અનુરાધાએ બોસ્ટ યુનિવર્સિટીથી કમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી.

અનુરાધા મહિન્દ્રા એક પત્રકાર અને પબ્લિશર છે. તે જાણીતા રોલિંગ સ્ટોન્સ ઈન્ડિયાના પ્રધાન સંપાદક પણ છે. સમય મળે ત્યારે અનુરાધા વાંચવાનું પસંદ કરે છે. અને હારુકી મુરાકામ, ગેબ્રિયેલ ગાર્સિયા માર્કેજ અને વીએ નાયપૉલ તેમના પસંદગીના લેખક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news