Petrol-Diesel Price: જનતા પર ફરી મોંઘવારીનો માર, પેટ્રોલમાં 80 તો ડીઝલમાં 82 પૈસાનો વધારો

Petrol-Diesel Price: 30 માર્ચે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પેટ્રોલમાં 80 પૈસા તો ડીઝલમાં 82 પૈસાનો ભાવ વધારો થયો છે. નવો ભાવ ગુરૂવારે સવારે 6 કલાકે લાગૂ થશે. 

Petrol-Diesel Price: જનતા પર ફરી મોંઘવારીનો માર, પેટ્રોલમાં 80 તો ડીઝલમાં 82 પૈસાનો વધારો

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાનો સિલસિલો અટકી રહ્યો નથી. એકવાર ફરી બંને ફ્યૂલના ભાવમાં વધારો થયો છે. 31 માર્ચે પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો વધારો થયો છે. નવી કિંમત ગુરૂવારે સવારે લાગૂ થશે. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 101.81 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે. તો ડીઝલનો ભાવ 93.07 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે. ગુજરાતના અમદાવાદમાં પણ પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. 

30 માર્ચે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 80-80 પૈસા પ્રતિ લીટરે વધારો થયો હતો. આ રીતે છેલ્લા 9 દિવસમાં આઠમી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં હાલ પેટ્રોલની કિંમત 101.01 રૂપિયા અને ડીઝલની કિંમત 92.27 રૂપિયા પ્રતિ લીટર છે. 

22 માર્ચથી શરૂ થયો વધવાનો સિલસિલો
4 નવેમ્બર 2021થી લઈને આ વર્ષે 21 માર્ચ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યાં હતા. એટલે કે 137 દિવસ સુધી કોઈ ફેરફાર થયો નહીં. 22 માર્ચ 2022થી પેટ્રોલિયમ ઇંધણના ભાવમાં વધારાનો સિલસિલો શરૂ થયો છે. ત્યારથી એક દિવસને છોડવામાં આવે તો બાકી 8 દિવસ સુધી તેમાં વદારો થયો છે. પેટ્રોલની કિંમતમાં આઠ વખતમાં 5.60 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ગયો છે. તો 8 વખતમાં ડીઝલમાં પણ 5.60 રૂપિયાનો વધારો થયો છે. 

હજુ પણ વધશે કિંમત
તેલ કિંમતોમાં વૃદ્ધિ ન કર્યા બાદ પેટ્રોલિયમ કંપનીઓ આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલને 19000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આઈઓસીને 1 અબજથી લઈને 1.1 અબજ ડોલર, બીપીસીએલ અને એચપીસીએલ પ્રત્યેકને 55થી લઈને 65 કરોડ ડોલરનું નુકસાન થયું છે. ક્રિસિલ રિસર્ચના એક રિપોર્ટ પ્રમાણે ઓયલ માર્કેટિંગ કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 15થી 20 રૂપિયાનો વધારો કરવો પડશે. કાચા તેલની વાત કરીએ તો વૈશ્વિક માપદંડ બ્રેન્ટ ક્રૂડ વાયદા 1.88 ટકાની તેજીની સાથે 112.30 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news