Milk Price: શું ફરી વધવાના છે દૂધના ભાવ, આવી ગયું મોટું અપડેટ
Trending Photos
Milk Price in Delhi: દૂધ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક ઘરમાં દરરોજ થાય છે. તો બીજી તરફ દૂધના ભાવમાં વધારો થતાં લોકોના ઘરના બજેટ પર અસર પડે છે. તાજેતરમાં જ કેટલીક કંપનીઓએ પોતાના દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જેના કારણ દૂધના ભાવ વધી ગયા હતા. આ દરમિયાન ફરીથી દૂધના ભાવમાં વધારાની ચર્ચા છે. જેને લઇને ગુજરાત સહકારી દુધ માર્કેટિંગ એસોસિએશન (GCMMF) ના મેનેજિંગ ડાયરેક્ટરે કહ્યું કે અમૂલ દૂધ (Amul Milk) ના ભાવ વધારાની કોઇ યોજના નથી.
નહી વધે ભાવ
Gujarat Cooperative Milk Marketing Federation (GCMMF) અમૂલ બ્રાંડ હેઠળ દૂધની માર્કેંટિંગ કરનાર સરકારી સંસ્થા છે. તો બીજી તરફ GCMMF ના એમડી આરએસ સોઢીનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં અમૂલ દૂધના ભાવ વધારાની કોઇ યોજના નથી. મુખ્યરૂપથી GCMMF દ્વારા ગુજરાત, દિલ્હી-એનસીઆર, પશ્વિમ બંગાળ અને મુંબઇમાં દૂધ વેચવામાં આવે છે.
મધર ડેરીએ વધાર્યા હતા ભાવ
તમને જણાવી દઇએ કે આ સંસ્થા દ્વારા દરરોજ 150 લાખ લીટરથી વધુ દૂધ વેચવામાં આવે છે. તેમાંથી ફક્ત દિલ્હી-એનસીઆરમાં જ લગભગ 40 લાખ લીટર દૂધ વેચવામાં આવે છે. તો બીજી તરફ થોડા દિવસ પહેલાં જ મધર ડેરીએ ખર્ચનો હવાલો આપ્યો હતો અને દિલ્હી-એનસીઆરમાં ફૂલ-ક્રીમ દૂધના ભાવમાં એક રૂપિયો પ્રતિ લીટર અને ટોકન દૂધના ભાવ બે રૂપિયા પ્રતિ લીટર વધાર્યા હતા.
આ પણ વાંચો: 'તારક મહેતા' માંથી 'બાપૂજી'એ લીધો બ્રેક, ઇજા કે મેકર્સ સાથે માથાકૂટ; જાણો કારણ
આ પણ વાંચો: મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો: રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ
આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ
ઓક્ટોબરમાં વધાર્યા હતા ભાવ
મધર ડેરી દ્વારા દૂધના ભાવ વધાર્યા બાદ શું GCMMF પણ દૂધના ભાવ વધારશે? આ પ્રશ્નના જવાબમાં સોઢીએ કહ્યું કે નજીકના ભવિષ્યમાં દૂધના ભાવ વધારવાનો કોઇ પ્લાન નથી. સોઢી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરમાં ગત વખતે છૂટક ભાવ વધારા બાદ ખર્ચમાં વધુ વધારો થયો નથી. તમને જણાવી દઇએ કે ઓક્ટોબર મહિનામાં અમૂલ ગોલ્ડ (ફૂલ ક્રીમ) અને ભેંસના દૂધના બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે