Bharat Masoor Dal: લોટ-ચોખા બાદ સરકાર વેચશે સસ્તી 'ભારતીય મસૂર દાળ', શું હશે ભાવ અને ક્યાં મળશે?

Bharat Masoor Dal Rate: ભારત મસૂર દાળનું વેચાણ નેફેડ અને (NAFED) અને એનસીસીએફ (NCCF) દ્વારા કરવામાં આવશે. કેન્દ્રીય ભંડાર અને સફલની છૂટક દુકાનો દ્વારા પણ કઠોળનું વેચાણ થવાની ધારણા છે.

Bharat Masoor Dal: લોટ-ચોખા બાદ સરકાર વેચશે સસ્તી 'ભારતીય મસૂર દાળ', શું હશે ભાવ અને ક્યાં મળશે?

Bharat Atta and Rice: વધતી જતી મોંઘવારે વચ્ચે આ વર્ષે દાળની કિંમતોએ પણ રેકોર્ડ બનાવ્યો છે. પહેલાં સસ્તા દર પર ચણા દાળ, લોટ અને ચોખા બાદ સરકાર 'ભારત મસૂર દાળ' (Bharat Masoor Dal) ને બજારમાં ઉતારવાની યોજના છે. ચૂંટણી વર્ષમાં સરકાર તરફથી આ ભેટ આપવાનો હેતું સામાન્ય જનતાને રાહત આપવાની સાથે મોંઘવારી દર નીચા લાવવાનો છે. અત્યારે બજારમાં મસૂની એક કિલો બ્રાંડેડ દાળની કિંમત 125 રૂપિયા છે. બીજી તરફ મસૂરની દાળ અખિલ ભારતીય સરેરાશ છુટક કિંમત 93.5 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. પરંતુ ભારત સરકાર મસૂરની દાળનું વેચાણ 89 રૂપિયા પ્રતિ કિલોના દર પર કરશે. દાળનું વેચાણ માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયાથી થવાનું અનુમાન છે.  

'ભારત મસૂર દાળ' બ્રાંડથી વેચાશે દાળ
ભારત આટા, ભારત ચોખા અને ભારત દાળ બાદ સરકારે ભારત મસૂર દાળ પણ વેચવાની તૈયારી પુરી કરી લીધી છે. સરકારની આ યોજના સાથે જોડાયેલી જાણકારી રાખનાર અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં નાફેડ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ નાફેડ  (NAFED) અને એનસીસીએફ (NCCF) દ્વારા 25,000 ટન દાળની પ્રોસેસિંગ અને પેકીંગ કરવામાં આવશે. ત્યારબાદ દાળને દેશભરના કેન્દ્રીય ભંડાર દ્વારા ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવશે. ચના દાળની  માફક ભારત મસૂર દાળની એક કિલોવાળા પેકમાં ગ્રાહકો માટે બજારમાં ઉપલબ્ધ થશે. 

સસ્તી દાળ અને ચોખાની પણ ભેટ
મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકારે સસ્તા લોટ, ચોખા અને ચણાની દાળની ભેટ પણ આપી છે. જુલાઈ 2023માં કઠોળના ભાવ આસમાને પહોંચ્યા હતા. ત્યારબાદ કેન્દ્રની મોદી સરકારે 17 જુલાઈ, 2023 થી ભારત બ્રાન્ડ નામ હેઠળ ચણા દાળનું વેચાણ શરૂ કર્યું. છૂટક બજારમાં દાળનું એક કિલોનું પેક 60 રૂપિયામાં મળે છે. જ્યારે 30 કિલોનું પેક 55 રૂપિયા પ્રતિ કિલોના દરે આપવામાં આવે છે. આ પછી નવેમ્બર 2023માં 'ભારત આટા' નામથી સસ્તો લોટ બજારમાં લાવવામાં આવ્યો. તેનું 10 કિલો લોટનું પેક 275 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરકાર દ્વારા 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

કોણ કરશે દાળનું વેચાણ
ભારત મસૂર દાળનું વેચાણ નાફેડ (NAFED) અને એનસીસીએફ (NCCF) દ્વારા કરવામાં આવશે. આ દાળનું વેચાણ પણ કેન્દ્રીય ભંડાર અને સફલની છૂટક દુકાનો દ્વારા પણ કરવામાં આવી શકે છે. જે પ્રકારે ભારત દાળ અત્યારે રિલાયન્સ સ્ટોર અને બીજી જગ્યાએ ઉપલબ્ધ થાય છે, તે પ્રકરે ભારત મસૂર દાળનું પણ વેચાણ કરવાની આશા છે. 

સરકાર કેવી રીતે વેચશે સસ્તી દાળ? 
સરકાર મસૂરની દાળનું વેચાણ કોઇપણ પ્રકારની છૂટ વિના 89 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરશે. એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે મોંઘવારી દર નીચે આવવા છતાં અને સરકારી ભંડારમાં ભરપૂર માત્રામાં મસૂરની દાળ હોવાછતાં તેની કિંમતોમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું કે સરકારી ભંડારમાં લગભગ 7,20,000 ટન મસૂરની દાળ છે. દાળનું વેચાણ માર્ચના પહેલાં અઠવાડિયાથી શરૂ થવાની આશા છે. 

મોંઘવારી પર લગામ કસવાનો વાયદો
ગત કેલેન્ડર વર્ષમાં ભારતે લગભગ 3.1 મિલિયન ટન કઠોળની આયાત કરી હતી. આમાંથી અડધી દાળ કેનેડા અને ઓસ્ટ્રેલિયામાંથી આવી હતી. ફુગાવાને અંકુશમાં લેવા માટે કેન્દ્ર NFED, NCCF અને કેન્દ્રીય ભંડાર દ્વારા ભારત ચોખા 29 રૂપિયા પ્રતિ કિલો, ભારત લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલો અને ભારત ગ્રામ દાળ 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહ્યું છે. સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ 2023માં મોંઘવારી પર અંકુશ લાવવાનું વચન આપ્યું હતું. આ પછી, સરકારે મોંઘવારી ઘટાડવા માટે ઘણા પગલાં લીધાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news