સેવિંગ એકાઉન્ટ હોલ્ડરનું મોત થાય તો શુ કરવું? આ રહી અથથી ઇતિ સુધીની બધી માહિતી

Business News : જ્યારે કોઈ વ્યક્તિ કોઈનું બેંક એકાઉન્ટ (Bank Account) ખોલાવડાવે છે, તો તેમાં નોમિની સેક્શનમાં એક વ્યક્તિનું નામ લખાવડાવે છે. બેંક એ વ્યક્તિનું નામ, વ્યક્તિ સાથેનો સંબંધ, તેમની ઉંમર, એડ્રેસ અને આઈડી પ્રુફ આપવાનું હોય છે 

સેવિંગ એકાઉન્ટ હોલ્ડરનું મોત થાય તો શુ કરવું? આ રહી અથથી ઇતિ સુધીની બધી માહિતી

અમદાવાદ :દરેક વ્યક્તિનું સેવિંગ એકાઉન્ટ હોય છે. જેમાં વ્યક્તિ પોતાના મહેનતની કમાણી જમા કરતી હોય છે. આ એકાઉન્ટમાં તેના રૂપિયા સુરક્ષિત રહે છે. તેથી જ અભણ વ્યક્તિ પણ બેંક ખાતા (Bank Account) માં રૂપિયા જમા કરાવે છે. પરંતુ જો બેંક એકાઉન્ટ હોલ્ડર (Account Holder) નું મોત થઈ જાય તો તેના બેંક એકાઉન્ટમાં રાખેલા રૂપિયાનું શું કરવુ તે પણ નક્કી હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે, બેંક એકાઉન્ટ હોલ્ડરના મોત બાદ બેંક શુ કરે છે, બેંકમાં જમા થયેલા રૂપિયા કોને મળે છે અને કેવી રીતે મળે છે તે માહિતી દરેક વ્યક્તિએ રાખવી બહુ જ જરૂરી છે. 

બેંક ખાતુ ખોલાવતા સમયે આ ડિટેઈલ રાખો
જ્યારે કોઈ વ્યક્તિ બેંકમાં સેવિંગ એકાઉન્ટ એટલે બચત ખાતુ ખોલાવવા જાય છે, તો તેમાં એક ફોર્મ આપવામાં આવે છે. ફોર્મમાં વ્યક્તિ પોતાની તમામ ડિટેઈલની સાથે નોમિનીની ડિટેઈલ પણ ભરે છે. આ નોમિની એ જ વ્યક્તિ હોય છે, જે એકાઉન્ટ હોલ્ડરના મોત બાદ તેના ખાતામાં રાખેલા તમામ રૂપિયાના હકદાર હોય છે. 

નોમિનીની ડિટેઈલ આપવી
જ્યારે કોઈ વ્યક્તિ બેંકમાં ખાતુ ખોલાવે છે તો તેને નોમિની સેક્શનમાં એ વ્યક્તિનું નામ, વ્યક્તિ સાથેનો સંબંધ, તેની ઉંમર, તેમનો એડ્રેસ અને આઈડી પ્રુફનો નંબર નાંખવાનો હોય છે. જેને તેઓ પોતાના નોમિની બનાવવા માંગે છે. એકાઉન્ટ હોલ્ડર જ નક્કી કરે છે કે, તેને કોને નોમિની બનાવવા માંગે છે. મોટાભાગના લોકો માતાપિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની કે સંતાનોનું નામ નોમિની તરીકે  પસંદ કરે છે. 

નોમિની ઉપરાંત અન્ય કોઈ ક્લેમ કરી શક્તુ નથી
માની લો કે એક એકાઉન્ટ હોલ્ડર પોતાની માતાને નોમિની બનાવ્યા છે, તો તેના મૃત્યુ બાદ તેના ખાતામાં જમા તમામ રૂપિયા તેની માતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તે રૂપિયા પર અન્ય કોઈ વ્યક્તિ દાવો કરી શક્તુ નથી. જો તમે નોમિની હોવ તો તમારા પોતાનુ આઈડી પ્રુફ, એકાઉન્ટ હોલ્ડરનું ડેથ સર્ટિફિકેટ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે. જેના બાદ એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં તમામ રૂપિયા સરળતાથી નોમિનીના ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવે છે. 

જો કોઈ વ્યક્તિને પોતાના બેંક ખાતામાં અન્ય કોઈ પણ વ્યક્તિને પોતાના નોમિની નથી બનાવવા તો આવી સ્થિતિમાં તેના બેંક ખાતાના તમામ રૂપિયા પત્ની અને સંતાનોને આપી દેવામાં આવે છે. જોકે, આ પ્રોસેસમાં લાંબો સમય નીકળી જાય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news