પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો તો ઘટવા લાગ્યો આ કંપનીનો શેર, રોકાણકારોને બનાવી રહ્યો છે કંગાળ

શેર બજારમાં એક કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનું કારણ કંપનીના ચેરમેન ગૌતમ સિંઘાનિયા અને તેની પત્ની નવાઝ મોદી વચ્ચે થયેલો વિવાદ હોઈ શકે છે. રેમન્ડ કંપનીના માર્કેટ કેપમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. 
 

પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો તો ઘટવા લાગ્યો આ કંપનીનો શેર, રોકાણકારોને બનાવી રહ્યો છે કંગાળ

નવી દિલ્હીઃ શેર બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે એક કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં આ શેર 12 ટકાથી વધુ તૂટી ચુક્યો છે. આ શેર વિશ્વની સૌથી મોટી સૂટ ફેબ્રિક કંપની રેમન્ડ લિમિટેડનો છે. રેમન્ડના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્ટોકમાં આ ઘટાડા પાછળનું કારણ પતિ-પત્ની વચ્ચે થયેલો વિવાદ જણાવવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે રેમન્ડ કંપનીના ચેરમેન ગૌતમ સિંઘાનિયા અને તેની પત્ની નવાઝ મોદીએ તાજેતરમાં અલગ થવાનો નિર્ણય કર્યો હતો. આ સમાચાર બાદ રેમન્ડના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

આજે પણ થયો ઘટાડો
રેમન્ડ કંપનીના શેરમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે. આજે રેમન્ડના શેર 66 પોઈન્ટથી વધુ ઘટી 1676 રૂપિયાના સ્તર પર બંધ થયા છે. રેમન્ડ કંપનીના માર્કેટ કેપમાં પણ ઘટાડો થયો છે. કંપનીનું માર્કેટ કેપ આશરે 180 મિલિયન ડોલર સુધી ઘટી ગયું છે. બીજીતરફ મીડિયા રિપોર્ટ પ્રમાણે નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનિયાની સંપત્તિમાં 75 ટકા ભાગ માંગ્યો છે. રિપોર્ટ પ્રમાણે ગૌતમ સિંઘાનિયાની પાસે કુલ 104 અબજ ડોલરની પ્રોપર્ટી છે. 

ઈન્વેસ્ટરોને મળ્યું આટલું રિટર્ન
નોંધનીય છે કે ઈન્વેસ્ટરોને રેમન્ડના શેરમાં સારૂ રિટર્ન મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં રેમન્ડના સ્ટોકે ઈન્વેસ્ટરોને 107 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં આ શેરમાં 29 ટકાનો વધારો થયો છે. શેરમાં સારી તેજી જોવા મળી છે. પરંતુ હવે સ્ટોકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 

જાણકારી વગર રોકાણ કરો નહીં
શેર બજારમાં યોગ્ય જાણકારી વગર રોકાણ કરો નહીં. આમ કરવા પર તમારે આર્થિક રૂપથી નુકસાન ઉઠાવવું પડી શકે છે. તેવામાં રોકાણ કરતા પહેલા એકવાર તમારા નાણાકીય સલાહકાર સાથે જરૂર વાત કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news