અદાણી ગ્રુપનો આ શેર 27 રૂપિયાથી વધી 2000ને પાર થયો, 1 લાખના બની ગયા 73.55 લાખ રૂપિયા
આજે અમે તમને અદાણી ગ્રુપની એક એવી કંપની વિશે જણાવી રહ્યાં છીએ જે શેર ઝડપથી ભાગી રહ્યો છે અને અત્યાર સુધી 7255 ટકાથી વધુ રિટર્ન આપી ચુક્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ શેર બજારમાં રોકાણ કરવામાં અદાણી ગ્રુપની કંપનીઓને ખુબ સારી માનવામાં આવે છે. રોકાણકારો દેશના બીજા સૌથી અમીર બિઝનેસમેન ગૌતમ અદાણીની કંપનીઓમાં રોકાણનો વિકલ્પ શોધતા રહે છે. મહત્વનું છે કે અદાણી ગ્રુપની કુલ સાત કંપનીઓ બજારમાં લિસ્ટેડ છે. ખાદ્ય તેલ બનાવનારી કંપની અદાણી વિલ્મરની હાલમાં એન્ટ્રી થઈ છે.
આજે અમે તમને અદાણી ગ્રુપની એક એવી કંપની વિશે જણાવી રહ્યાં છીએ જે શેર ઝડપથી ભાગી રહ્યો છે અને અત્યાર સુધી 7255 ટકાથી વધુ રિટર્ન આપી ચુક્યો છે. અમે વાત કરી રહ્યાં છીએ- અદાણી ટ્રાન્સમિશન લિમિટેડની.
27 રૂપિયાથી 2000 રૂપિયાની સફર
ગૌતમ અદાણીની ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડનો શેર 27.60 રૂપિયા (31 જુલાઈ, 2015 એનએસઈ પર બંધ કિંમત0 થી વધીને 2030 રૂપિયા (25 ફેબ્રુઆરી 2022) સુધી પહોંચી ગયો છે. સાડા છ વર્ષમાં આ શેરે 7255.07 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું છે.
પાંચ વર્ષમાં કંપનીનો શેર 62.55 રૂપિયા (3 માર્ચ 2017, એનએસઈ પર બંધ કિંમત) થી વધીને 2030 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ સમયમાં શેરે પોતાના રોકાણકારોને 3,145.40 ટકા રિટર્ન આપ્યું છે. એક વર્ષની અંદર આ શેર 170.67 ટકા ભાગ્યો છે. તો આ વર્ષે 2022માં શેરમાં 17.27 ટકા વધારો થયો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં 5.59 ટકાનો વધારો થયો છે. આજે કંપનીનો શેર એનએસઈ પર 3.71 ટકા વધીને 2030 પર બંધ થયો છે. કંપનીનું માર્કેટ કેપ 2,23,816.85 કરોડ રૂપિયા થઈ ગયું છે.
રોકાણકારોને લાખોનો ફાયદો
અદાણી ટ્રાન્સમિશનના શેરની કિંમતને જો રકમ પ્રમાણે જોઈએ તો રોકાણકારોને સાડા છ વર્ષ પહેલા આ શરેમાં 1 લાખ રૂપિયો લગાવત અને અત્યાર સુધી રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 73.55 લાખ રૂપિયા થઈ હોત. તો પાંચ વર્ષ પહેલાં 62.55 રૂપિયા પ્રમામે 1 લાખ રોક્યા હોત તો આજે 32.45 લાખ થઈ ગયા હોત.
કંપની વિશે જાણો
અડાણી ટ્રાન્સમિશનનું મુખ્યાલય ગુજરાતના અમદાવાદમાં છે. જે ભારતના પશ્ચિમી, ઉત્તરી અને મધ્ય ક્ષેત્રમાં હાજરી સાથે ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની પાવર ટ્રાન્સમિશન કંપનીઓમાંથી એક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે