₹4000 રૂપિયાવાળો આ શેર ₹656 પર આવી ગયો, વિદેશી ઈન્વેસ્ટરોએ વેચ્યા શેર, રોકાણકારોને થયું નુકસાન
Adani Total Gas Share: અદાણી ગ્રુપનો એક શેર આ સમયે પોતાની હાઈ પ્રાઇઝથી 84 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. આ શેર અદાણી ટોટલ ગેસનો છે.
Trending Photos
અમદાવાદઃ Adani Total Gas Share: અદાણી ગ્રુપનો એક શેર આ સમયે પોતાની હાઈ પ્રાઇઝથી લગભગ 84 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. આ શેર અદાણી ટોટલ ગેસ (Adani Total Gas) નો છે. હિંડનબર્ગ રિપોર્ટ બાદ સૌથી વધુ નુકસાનમાં અદાણી ટોટલ ગેસનો શેર રહ્યો છે. આ શેર જાન્યુઆરીથી અત્યાર સુધી 84 ટકા તૂટી ચુક્યો છે. અદાણી ટોટલ ગેસનો શેર આજે મંગળવારે ઈન્ડ્રા ડે ટ્રેડમાં સામાન્ય તેજીની સાથે 657 રૂપિયા આસપાસ કારોબાર કરી રહ્યો છે.
વિદેશી રોકાણકારોએ ઘટાડી ભાગીદારી
અદાણી ગ્રુપનો આ સ્ટોક સતત વિદેશી ઈન્વેસ્ટરોના વિકવાલી દબાવનો સામનો કરી રહ્યો છે. જૂનના અંત સુધી કંપનીમાં FII ની ભાગીદારી 14.08 ટકા છે, જ્યારે સપ્ટેમ્બર 2021માં તે 18.89 ટકા હતી. ટ્રેડલાઇન ડેટાથી ખ્યાલ આવે છે કે જૂન ક્વાર્ટરમાં FII/FPI ઈન્વેસ્ટરોની સંખ્યા ઘટીને 200 રહી ગઈ, જે એક ક્વાર્ટર પહેલા 563 હતી. અદાણી સમૂહનો આ સ્ટોક સૌથી વધુ પ્રભાવિત છે, કારણ કે 2023માં અત્યાર સુધી તેમાં લગભગ 83 ટકાનો ઘટાડો આવ્યો છે.
માર્ચ ક્વાર્ટરના પરિણામ
અદાણી ટોટલ ગેસનનું માર્ચ ક્વાર્ટર 2023માં રેવેન્યૂ 10.2 ટકા વધી 1114.8 કરોડ રૂપિયા થઈ ગયું. એક વર્ષ પહેલા તે 1012 કરોડ રૂપિયા હતું. માર્ચ 2022ના ક્વાર્ટરમાં માર્જિન 13 ટકા વધી 17.5 ટકા થઈ ગયું. તમને જણાવી દઈએ કે તાજેતરમાં અદાણી ટોટલ ગેસ લિમિટેડ, અદાણી ગ્રૂપ અને ફ્રેન્ચ કંપની ટોટલએનર્જીઝનું સંયુક્ત સાહસ છે, જેણે ગેસ વિતરકો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે આગામી 8-10 વર્ષમાં 20,000 કરોડ રૂપિયા સુધીના રોકાણની જાહેરાત કરી છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL)નો વાર્ષિક અહેવાલ જણાવે છે કે વાહનો માટે CNGનું છૂટક વેચાણ અને ઘરો અને ઉદ્યોગોને પાઇપ્ડ ગેસ પહોંચાડવા માટે માળખાકીય સુવિધાઓના વિસ્તરણથી આગામી આઠથી 10 વર્ષમાં રૂ. 18,000 કરોડથી રૂ. 20,000 કરોડનું રોકાણ કરવામાં આવશે.
રોકાણકારોને થયું મોટુ નુકસાન
હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપની અનેક કંપનીના શેરના ભાવમાં સતત ઘટાડો નોંધાયો હતો. તેની મોટી અસર અદાણી ટોટલ ગેસ પર પડી હતી. અદાણી ટોટલ ગેસમાં રોકાણ કરનાર અનેક ઈન્વેસ્ટરોએ ભાવ નીચે જતા નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે