અદાણીની નજર હવે આ મલાઈદાર બિઝનેસ પર, Adani Group કરશે તેમાં મોટુ ઈન્વેસ્ટમેન્ટ

Adani Group : અદાણી ગ્રૂપ ભારતનું તેજીથી સફળ થયું, સરકાર સમર્થિત સાર્વજનિક ઈ-કોમર્સ પ્લેટફોર્મ, ઓપન નેટવર્ક ફોર ડિજીટલ કોમર્સ ના માધ્યમથી ઓનલાઈન શોપિંગના માર્કેટમા એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે

અદાણીની નજર હવે આ મલાઈદાર બિઝનેસ પર, Adani Group કરશે તેમાં મોટુ ઈન્વેસ્ટમેન્ટ

Investment In UPI Digital Payment : દેશનું દિગ્ગજ ઉદ્યોગ સમૂહ અદાણી ગ્રૂપ યુપીઆઈ, ડિજીટલ પેમેન્ટ, ક્રેડિટ કાર્ડ સહિત અન્ય ઈ-કોમર્સ અને પેમેન્ટ કારોબારમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ગ્રૂપ દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ગુગલ અને મુકેશ અંબાણીન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે એક ડિજિટલ બિઝનેસનું નિર્માણ કરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીનું પ્લાનિંઝ ગ્રૂપના વેપારમાં તેજીથી ગ્રાહક માટે વિવિધતા લાવવા માટે કામ કરી રહ્યું છે. અદાણી પોર્ટ, એરપોર્ટ, વીજળી જેવી પાયાગત સુવધા અને અન્ય વેપારથી ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી અમીર શખ્સ બની ગયા છે.   

ચર્ચા એવી પણ છે કે, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી પેટીએમ મૂળની કંપની 97 કમ્યુનિકેશનની હિસ્સેદારી ખરીદવા માંગે છે. સૂત્રોના અનુસાર, પેટીએમના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માએ ગત મંગળવારે અમદાવાદમાં અદાણીની ઓફિસની મુલાકાત કરી હતી. આ ડીલ જો બંને વચ્ચે સફળ થાય છે તો અદાણી ગ્રૂપની ફિનટેક ક્ષેત્રમાં એન્ટ્રી થશે. જે ગુગલ પે, વોલમાર્ટના સ્વામિત્વ વાળા ફોન પે અને મુકેશ અંબાણીના જિયો ફાઈનાન્સિયલ સાથે સ્પર્ધા કરશે. 

આમ, અંબુજા સિમેન્ટ અને એનડીટીવી બાદ અદાણી ગ્રૂપની આ એક મહત્વપૂર્ણ ડીલ બની રહેશે. શર્માની પાસે વન 97 માં લગભગ 19 ટકા હિસ્સેદારી છે. જેની કિમત 4218 કરોડ થાય છે. શર્માની પાસે પેટીએમમાં સીધા 9 ટકા હિસ્સેદારી છે. 

સેબીના નિયમો અનુસાર, કોઈ ટાર્ગેટેડ કંપનીમાં 25 ટકાથી ઓછા હિસ્સેદારી રાખનારા અધિગ્રહણકર્તાને કંપનીની ઓછામાં ઓછી 26 ટકા હિસ્સેદારી માટે ઓપન ઓફર આપવાની હોય છે. અધિગ્રહણકર્તા કંપનીની આખી શેર કેપિટલ માટે પણ ઓપન ઓફર આપી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news