અદાણીને મળ્યો મોટો કોન્ટ્રાક્ટ, આ શેર છે 'કૂબેરનો ખજાનો', તમને બનાવશે કરોડપતિ

Adani Enterprises News in Gujarati: અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે માહિતી આપી છે કે અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને તાજેતરમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી એવોર્ડ પત્ર મળ્યો છે.

અદાણીને મળ્યો મોટો કોન્ટ્રાક્ટ, આ શેર છે 'કૂબેરનો ખજાનો', તમને બનાવશે કરોડપતિ

Multibagger Returns Share: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે માહિતી આપી છે કે અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને તાજેતરમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી એવોર્ડ પત્ર મળ્યો છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ અદાણી એન્ટરપ્રાઇઝિસની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. ભારત સરકારે અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને એક મહત્વપૂર્ણ ઈલેક્ટ્રોલાઈઝર મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રાક્ટ આપ્યો છે. SECIના આ કોન્ટ્રાક્ટ મુજબ, સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભારતમાં વાર્ષિક 198.5 મેગાવોટનું ઇલેક્ટ્રોલાઈઝર બનાવી શકાય છે.

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને આપવામાં આવેલા આ કોન્ટ્રાક્ટ હેઠળ, બાંધકામ 30 મહિના માટે પૂર્ણ કરવાનું છે. સરકાર આગામી 5 વર્ષમાં કંપનીને 294 કરોડ રૂપિયાનું ઇંસેંટિવ આપવા જઈ રહી છે. આ પ્રોત્સાહન ભારતના ગ્રીન હાઇડ્રોજન ટ્રાંજિશન ગોલ મુજબ આપવામાં આવી રહ્યું છે.

ભારત સરકારે દેશમાં સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માંગે છે. જેના અંતગર્ત અદાણી એન્ટરપ્રાઇઝની સહયોગી કંપનીને આ એવોર્ડ મળવાનો છે. મંગળવારે શેરબજારના ઉતાર ચઢાવ ભરેલા કારોબારના દૌરમાં અદાણી અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં એક ટકાની નબળાઇ હતી અને આ 30 રૂપિયા ઘટીને 3059 રૂપિયાના લેવલ પર આવી ગયો હતો. 

આશરે રૂ. 3.49 લાખ કરોડના માર્કેટ કેપ સાથે અદાણી એન્ટરપ્રાઇઝના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 3740 છે જ્યારે 52 સપ્તાહનું નીચું સ્તર રૂ. 1017 છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરે છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને 27 ટકા વળતર આપ્યું છે.

ગત વર્ષે 24 જાન્યુઆરીએ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 27 ફેબ્રુઆરીએ ઘટીને રૂ.1193ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરોએ 18 જાન્યુઆરી, 2019ના રોજ રૂ. 146ની નીચી સપાટીથી રોકાણકારોને 2000 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરોએ 1 જાન્યુઆરી, 1999ના રોજ ₹6ના નીચા સ્તરેથી 50462 ટકાનું બમ્પર વળતર આપીને રોકાણકારોને માલામાલ બનાવ્યા છે.

(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમને કોઇપણ પ્રકારના લાભ અથવા નુકસાન માટે ZEE 24 KALAK જવાબદાર રહેશે નહી. ) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news