Adani Enterprises: અમેરિકાથી આજે આવી એક ખબર...અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 35 ટકા જેટલો કડાકો

ભારતીય અબજોપતિ  ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. છેલ્લા 10 દિવસમાં તેમની નેટવર્થમાંથી 52 અબજ ડોલર જેટલી રકમ ઓછી થઈ ગઈ છે અને તેઓ દુનિયાના અબજોપતિઓની યાદીમાં હવે 21માં નંબરે સરકી ગયા છે. રિસર્ચ ફર્મ હિંડનબર્ગના એક રિપોર્ટ બાદ બગડેલી સ્થિતિ વચ્ચે અમેરિકાથી પણ ખરાબ સમાચાર આવ્યા. જેના પગલે અદાણી એન્ટરપ્રાઈઝના શેર આજે 35 ટકા જેટલા તૂટ્યા.

સૌથી પહેલા વાત કરીએ અમેરિકાથી અદાણી ગ્રુપ વિશે જે ખબર આવ્યા તેની. વાત કરીએ એ રિપોર્ટની જેણે અદાણી સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા. રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરીના રોજ પબ્લિશ થયા બાદ ગૌતમ અદાણીની શેર બજારમાં લિસ્ટેડ કંપનીના શેરોમાં સુનામી જોવા મળી રહી છે. રોજે રોજ સ્ટોકમાં કડાકો જોવા મળી રહ્યો છે જેના પગલે તેમની સંપત્તિ સતત ઘટી રહી છે. આ વર્ષ 2023માં અત્યાર સુધીમાં તેમણે 59.2 અબજ ડોલરનું નુકસાન વેઠવું પડ્યું છે.  10 જ દિવસમાં 52 અબજ ડોલર સંપત્તિ ડૂલ થઈ ગઈ. હવે અમેરિકાના ડાઉ જોન્સ સસ્ટેનિબિલિટી ઈન્ડેક્સમાંથી પણ અદાણી એન્ટરપ્રાઈઝને બહાર કરવાની તૈયારી થઈ ગઈ છે. 

ડાઉ જોન્સ સસ્ટેનિબિલિટી ઈન્ડેક્સથી અદાણી એન્ટરપ્રાઈઝને બહાર કરવાનો નિર્ણય કંપનીના શેરોમાં સતત થઈ રહેલા ઘટાડાના પગલે લેવાયો છે. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ અંગે સ્ટોક હેરફેર-એકાઉન્ટિંગ ફ્રોડ સહતિ અનેક પ્રકારના દાવા કરાયા છે. આ તમામ આરોપો અંગે ઈન્ડેક્સે મીડિયા સ્ટેકહોલ્ડર એનાલિસિસ બાદ કાર્યવાહી કરતા અદાણીની કંપનીને હટાવવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ મુજબ 7 ફેબ્રુઆરીએ તેને ડાઉ જોન્સથી હટાવી દેવાશે. 

શેરબજાર તૂટ્યું
ડાઉ જોન્સ ઈન્ડેક્સના અદાણી એન્ટરપ્રાઈઝને બહાર કરવાના નિર્ણયની અસર સીધી કંપનીના શેરો પર જોવા મળી રહી છે. શેર બજારમાં દિવસનો કારોબાર શરૂ થતા જ જોરદાર કડાકો જોવા મળ્યો. અદાણીના શેર 35 ટકા સુધી તૂટી ગયા. છેલ્લે મળતી માહિતી મુજબ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેર 35 ટકા એટલે કે 547.80 રૂપિયા તૂટીને 191.95 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. અદાણી ટોટલ ગેસમાં પણ લોઅર સર્કિટ આજે ફરીથી લાગી છે અને 1622.35 રૂપિયા પર કારોબાર થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news