7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ખુશખબર...સરકારે DA વિશે લીધો મોટો નિર્ણય, આટલા મહિનાનું મળશે એરિયર
7th Pay Commission DA Hike: આજે ત્રીજા નોરતે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુબ જ સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટની આજે થયેલી મહત્વની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર મોટો નિર્ણય લેવામાં આવ્યો. જેના કારણે તેમના પગારમાં તોતિંગ ઉછાળો જોવા મળશે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Trending Photos
7th Pay Commission DA Hike: કેન્દ્રીય કેબિનેટની આજે થયેલી મહત્વની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર મોટો નિર્ણય લેવામાં આવ્યો. કેબિનેટે સરકારી કર્મચારીઓના 4 ટકા મોંઘવારી ભથ્થા વધારવા પર મહોર મારી દીધી છે. હાલ મોંઘવારી ભથ્થું 34 ટકા છે અને હવે 4 ટકા વધીને 38 ટકા કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયનો લાભ હાલના 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 62 લાખ પેન્શનધારકોને થશે.
1 જુલાઈ 2022થી લાગુ થશે ડીએ હાઈક
સરકાર તરફથી ડીએમાં કરાયેલો વધારો 1 જુલાઈ 2022થી લાગૂ થશે. આ અગાઉ સરકારે માર્ચ 2022માં જાન્યુઆરીથી ડીએ વધારવાની જાહેરાત કરી હતી. તે સમયે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 31 ટકાથી વધીને 34 ટકા કરાયું હતું. હવે તેમાં 4 ટકાનો વધારો થઈને 38 ટકા કરવામાં આવ્યું છે. આ પ્રમાણે કર્મચારીઓનોને સપ્ટેમ્બર મહિનાના પગારમાં બે મહિનાના એરિયરનો પણ લાભ મળશે. આ સાથે જ ઝી મીડિયાની એ ખબર ઉપર પણ મહોર લાગી છે કે જેમાં 28 સપ્ટેમ્બરના રોજ ડીએ હાઈક અંગેનો દાવો કરાયો હતો.
આ આધારે વધે છે ડીએ
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા માટે AICPI-IW (All India Consumer Price Index- Industrial Worker) ઈન્ડેક્સના આંકડાને આધાર માને છે. AICPI-IW ના પહેલા છમાસિકના આંકડાના આધારે જ જુલાઈમાં ડીએની જાહેરાત કરાઈ હતી. જૂનમાં ઈન્ડેક્સ વધીને 129.2 પર પહોંચતા ડીએ હાઈક 4 ટકા થવાનો રસ્તો ક્લિયર થઈ ગયો હતો.
કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 4 ટકા વધારાને કેબિનેટની મળી મંજૂરી: સૂત્ર #BreakingNews #ZEE24Kalak pic.twitter.com/yn483gAOpP
— Zee 24 Kalak (@Zee24Kalak) September 28, 2022
કેટલો વધશે બેઝિક પગાર
મોંઘવારી ભથ્થામાં થયેલો 4 ટકા વધારો 1 જુલાઈથી લાગૂ થશે. નવરાત્રિના શુભ દિવસોમાં સરકાર તરફથી તેની ચૂકવણી કરવાથી કર્મચારીઓને સારો એવો ફાયદો થશે. ડીએ 38 ટકા થવાથી પગારમાં પણ તોતિંગ ઉછાળો આવશે. આવો જોઈએ 4 ટકા ડીએ સાથે ન્યૂનતમ અને મહત્તમ બેઝિક પગાર કેટલો વધશે?
મહત્તમ બેઝિક પગારની ગણતરી
1 કર્મચારીનો બેઝિક પગાર 56,900 રૂપિયા
2. નવું મોંઘવારી ભથ્થું (38%) 21,622 રૂપિયા/માસિક
3. વર્તમાન મોંઘવારી ભથ્થું (34%) 19,346 રૂપિયા/માસિક
4. કેટલું વધ્યું મોંઘવારી ભથ્થું 21,622-19,346 = 2260 રૂપિયા/માસિક
5. વાર્ષિક પગારમાં વધારો 2260 X12= 27,120 રૂપિયા
ન્યૂનતમ બેઝિક પગાર પર ગણતરી
1 કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા
2. નવું મોંઘવારી ભથ્થું (38%) 6,840 રૂપિયા/માસિક
3. વર્તમાન મોંઘવારી ભથ્થું (34%) 6,120 રૂપિયા/માસિક
4. કેટલું વધ્યું મોંઘવારી ભથ્થું 6840-6120 = 1080 રૂપિયા/માસિક
5. વાર્ષિક પગારમાં વધારો 720X12= 8640 રૂપિયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે