7th Pay Commission: નવા વર્ષના પહેલા દિવસે જ કર્મચારીઓનું વર્ષ સુધર્યું! DAમાં ફરી વધારો, એરિયર્સને લઈ મોટો નિર્ણય

રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલા વધારા બાદ હવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનું મૂળ વેતનનો 30 ટકા થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે આ વધારો એક જુલાઈ 2021થી લાગૂ થશે.

 7th Pay Commission: નવા વર્ષના પહેલા દિવસે જ કર્મચારીઓનું વર્ષ સુધર્યું! DAમાં ફરી વધારો, એરિયર્સને લઈ મોટો નિર્ણય

7th Pay Commission Update: નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે નવા વર્ષે કર્મચારીઓ માટે એક મોટા ખુશખબર (7th Pay Commission Latest News) સામે આવ્યા છે. સરકારે એકવાર ફરી કર્મચારીઓના DA અને DR (DA DR Hike)માં 3ટકાનો વધારો કર્યો છે. આ વધારો 1 જુલાઈ 2021થી લાગૂ રહેશે. કર્મચારીઓની વચ્ચે આ જાહેરાત બાદ ખુશીનું મોજું ફરી વળ્યું છે.

DA અને DRમાં 3 ટકાનો વધારો
જોકે, કેન્દ્ર સરકારે પહેલાથી જ પોતાના કર્મચારીઓના DA (DA Hike)ને 31 ટકા કરી દીધું છે. હવે આ ક્રમમાં ઓડિશા રાજ્ય સરકારે (Odisha State Government) પણ કર્મચારીઓના DA અને DRમાં વધારો કર્યો છે. હવે ઓડિશાના કર્મચારીઓને પણ કેન્દ્રિય કર્મચારીઓની જેમ 31 ટકા DA અને DRનો લાભ મળશે.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે શુક્રવારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનકારોને મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ નિર્ણયથી રાજ્યના લગભગ 7.5 લાખ કર્મચારીઓ અને પેન્શનકારોને લાભ મળશે.

30 ટકા પર વાગી મહોર
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓને 30 ટકાનું એરિયર્સ આપવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓને જાન્યુઆરી 2016 થી ઓગસ્ટ 2017 વચ્ચે વધેલા વેતનના 50 ટકાનું એરિયર્સ મળશે. આ નિર્ણયથી રાજ્યના છ લાખ કર્મચારીઓને ફાયદો થશે. એટલે કે નવા વર્ષની શરૂઆતથી જ કર્મચારીઓનું વર્ષ સુધરી ગયું છે.

રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલા વધારા બાદ હવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનું મૂળ વેતનનો 30 ટકા થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે આ વધારો એક જુલાઈ 2021થી લાગૂ થશે.

કેન્દ્ર સરકાર પણ કરી શકે છે વધારો
બીજી બાજુ, કેન્દ્ર સરકાર પણ એકવાર ફરી કેન્દ્રિય કર્મચારીઓના DAમાં વધારો કરી શકે છે. AICPI ઈન્ડેક્સના આંકડા જોઈએ તો સપ્ટેમ્બર 2021 સુધી મોંઘવારી ભથ્થું 33 ટકા થઈ ચૂક્યું છે. એટલે કે આ હિસાબે તેમાં 2 ટકાનો વધારો થઈ ચૂક્યો છે.

જોકે, હાલ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા સામે આવ્યા નથી. આશા કરવામાં આવી રહી છે કે તેમાં 1 ટકાનો વધુ વધારો થઈ શકે છે. જો ડિસેમ્બર 2021 સુધી CPI(IW)ના આંકડા 125 સુધી રહે છે તો મોંઘવારીના ભથ્થામાં 3 ટકાનો વધારો નિશ્ચિત છે. એટલે કે કુલ DA 3ટકા વધીને 34 ટકા થઈ જશે. તેનું ચૂકવણી જાન્યુઆરી 2022થી થશે અને કેન્દ્રિય કર્મચારીઓની સેલેરીમાં વધારો થઈ જશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news