10 રૂપિયાથી ઓછી કિંમતના 6 સ્ટોકે નવરાત્રિ સુધારી દીધી, છ મહિનામાં 15 ગણું આપ્યું વળતર!
Multibagger Stocks:નાણાકીય વર્ષ 2023માં શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ઘણી કંપનીઓના શેરોમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા છ મહિનામાં કંપનીઓના શેરોએ 4 થી 15 ગણું વળતર આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ અહીં કેટલાક એવા સ્ટોક્સ છે, જે એક સમયે 10 રૂપિયાથી ઓછા હતા અને તેમાં રોકાણ કરનારા લોકોને હજારો ટકા વળતર આપ્યું હતું. પ્રથમ સ્ટોક Prime Industriesના શેરનો છે, જેણે છ મહિનામાં 1,377 ટકાથી વધુ વળતર આપ્યું છે. છ મહિના પહેલાં આ સ્ટોક 10 રૂપિયાની આસપાસ હતો અને આજે 155 રૂપિયા પર છે.
શીતલ ડાયમંડના શેર છ મહિના પહેલાં રૂ. 5.55ના ભાવે હતા અને હવે રૂ. 43 પ્રતિ શેરના ભાવે છે. તેણે છ મહિનામાં 675 ટકા વળતર આપ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે 833 ટકા વળતર આપ્યું છે.
છ મહિના પહેલા indergiri financeનો શેર રૂ. 6.84 પર હતો અને હવે આ શેર રૂ. 548 પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. છ મહિનામાં આ શેરે 547 ટકા રિટર્ન આપ્યું છે, જ્યારે એક વર્ષમાં 685 ટકા રિટર્ન આપ્યું છે.
મલ્ટિબેગર સ્ટોક J Taparia Projectsએ છ મહિનામાં 506 ટકા વળતર આપ્યું છે. છ મહિના પહેલાં આ શેર રૂ.7.24ના ભાવે ટ્રેડ થતો હતો અને હવે રૂ.43.87 પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે.
રાઠી સ્ટીલ એન્ડ પાવરના શેર છ મહિના પહેલાં રૂ. 3.30ના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા અને હવે રૂ. 19.14 પર ટ્રેડ થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે 480 ટકા વળતર આપ્યું છે.
ગાયત્રી સુગર્સ લિમિટેડના શેરે છેલ્લા છ મહિનામાં 487 ટકા વળતર આપ્યું છે. છ મહિના પહેલાં આ શેર રૂ. 3.30 પર ટ્રેડ થતો હતો અને આજે રૂ. 19.39 પર ટ્રેડ થઇ રહ્યો છે.
DISCLAIMER: અહીં આપેલી માહિતી ફક્ત માહિતી માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે