બજારમાં આવી ગઈ સસ્તી બુલેટ, 1 લિટરે 90 કિમીની જબરદસ્ત માઈલેજ

હેવી બાઈટ સેગ્મેન્ટમાં રોયલ એન્ફિલ્ડની બુલેટ લોકોના મન પર રાજ કરે છે. લોકો વચ્ચે તેનો એક અલગ જ અંદાજ છે.

બજારમાં આવી ગઈ સસ્તી બુલેટ, 1 લિટરે 90 કિમીની જબરદસ્ત માઈલેજ

નવી દિલ્હી: હેવી બાઈટ સેગ્મેન્ટમાં રોયલ એન્ફિલ્ડની બુલેટ લોકોના મન પર રાજ કરે છે. લોકો વચ્ચે તેનો એક અલગ જ અંદાજ છે. બાઈકની કિંમત એટલી વધારે કે લોકો તેને ખરીદતા દસવાર વિચાર કરે. પરંતુ બાઈકના શોખીન લોકો હવે બજેટ કિંમત પર આ પ્રકારની બાઈક સરળતાથી ખરીદી શકશે. બજારમાં 60થી 70 હજાર રૂપિયાની કિંમતે તમને બુલેટ મળશે. તેની માઈલેજ પણ જબરદસ્ત છે. આ બુલેટ રસ્તા પર એક લિટરમાં 90 કિમીની રફતારથી દોડે છે. 

રોયલ એનફિલ્ડ બુલેટની નકલ
જે બુલેટની અમે વાત કરી રહ્યાં છીએ તે રોયલ એનફિલ્ડે બનાવ્યું નથી. પરંતુ આ બુલેટને રોયલ એનફિલ્ડ જેવું જ કઈંક નામ રોયલ ઈન્ડિયન નામથી બનાવવામાં આવ્યું છે.  જે રોયલ એનફિલ્ડ બુલેટની નકલ છે. બુલેટની જેમ તેને બોલ્ટ નામ આપવામાં આવ્યું છે. આ બાઈકને ભુવનેશ્વર સ્થિત બાઈક બિલ્ડર રોયલ ઉડોએ બનાવ્યું છે. જે જોવામાં બિલકુલ બુલેટ જેવી લીગે છે. પરંતુ તેમાં 100 સીસીનું એન્જિન છે. 

royal enfiels

બોલ્ટના સ્પેસિફિકેશન
100 સીસી રોયલ ઈન્ડિયન બુલેટનો અવાજ પણ અસલ બુલેટ બાઈક જેવો જ છે. 100 સીસી એન્જિન બાઈક પાસે આ પ્રકારના અવાજની આશા રાખવી ખુબ મુશ્કેલ છે. રોયલ ઈન્ડિયન બુલેટની ફ્યુઅલ ટેન્ક, સીટ, સ્પોક્સ વ્હિલ્સ, અને રાઉન્ડ હેડલેમ્પ બિલકુલ રોયલ એનફિલ્ડ બુલેટ જેવા દેખાય છે. એટલું જ નહીં સીટની પાછળ બુલેટ શબ્દનો ઉપયોગ પણ એવી જ રીતે કરાયો છે જે રીતે અસલ રોયલ એનફિલ્ડમાં હોય છે. 

આ ઉપરાંત તેની ફ્યુલ ટેન્ક પર લાગેલુ રબર પ્રોટેક્શન, બેટરી કવર અને ટુલ બોક્સની ડિઝાઈન, રીયર ફેન્ડર પણ લગભગ એક જેવા જ છે. 100 સીસી રોયલ ઈન્ડિયન બુલેટનું એક્ઝોસ્ટ પણ એવું જ છે જેવું રોયલ એનફિલ્ડ બુલેટમાં લાગેલુ છે. જો કે તેમાં સૌથી મોટુ અંતર એન્જિનનું છે. બધુ મળીને રોયલ ઈન્ડિયન બુલેટ તમને અસલ બુલેટ જેવો ઘણો ખરો આનંદ કરાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news